મોરબી રાજકોટ હાઈવે પર નિર્માણાધીન ઓવરબ્રિજમાં કાર ઘુસી, એકનું મોત
- અકસ્માતમાં સતવારા દંપતી ખંડિત, પતિનું મોત-પત્નીને ઈજા
મોરબી ,તા. ૩૧મી જાન્યુઆરી 2019, ગુરૂવાર
રાજકોટ-મોરબી હાઈવે પર ફોરલેનની કામગીરી ગોકળગાય ગતિએ ચાલતી હોય અને હાઈવે નિર્માણ કાર્યથી અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે .જેમાં ગત રાત્રીના સમયે મીતાણા નજીક ઓવરબ્રિજમાં કાર ઘુસી જતા દંપતી ખંડિત થયું છે જેમાં પતિનું મોત થયું છે .જયારે પત્નીને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે .
મોરબી રાજકોટ હાઈવે ફોરલેન કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે .જોકે કામગીરી અતિશય ધીમી ગતિ ચાલતું હોય જેથી હાઈવે પર અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. જેમાં રાત્રીના સમયે ઓવરબ્રીજમાં એક કાર ઘુસી ગઈ હતી. જે અકસ્માતમાં મોરબીના સથવારા દંપતી અમરસી દેવજીભાઈ ચાવડા અને ગીતાબેન અમરસી ચાવડાને ગંભીર ઇજા પહોંચી હતી. ટંકારા ઇમરજન્સી 108 ટિમ ઘટના સ્થળે પહોંચી દંપતીને હોસ્પિટલ ખસેડવા તજવીજ આદરી હતી. જોકે સારવાર પૂર્વે જ અમરશીભાઈ ચાવડાનું મોત થયું હતું. જયારે તેના પત્ની ગીતાબેનને સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.