મોરબી: જસમતગઢ પ્રાથમિક શાળા તસ્કરોનો હાથફેરો
- શાળામાંથી કોમ્યુટરના કિંમતી સામાનની ચોરી
મોરબી, તા. 12 માર્ચ 2019 મંગળવાર
ગત રાત્રી દરમ્યાન જેતપર પાસે આવેલ જસમતગઢ ગામની સરકારી પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરો શાળામાંથી કોમ્યુટરનો કિંમતી સામાન ચોરી ગયા હતા. ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
આજે સવારે જસમતગઢ શાળાએ શિક્ષકો શાળાએ પહોંચ્યા તો શાળાની ગ્રીલ અને મેઈન દરવાજાના તાળા તૂટેલા માલુમ પડતા અંદર જોયું તો કમ્પ્યુટર રૂમની ગ્રીલ તેમજ બારણાના પણ તાળા તૂટેલા હતા.
રૂમની અંદરનો બધો સામાન, કમ્પ્યુટરનો સામાન વેર-વિખેર જોવા મળ્યો હતો અને કમ્પ્યુટરનો કિંમતી સામાન, મોનીટર ચોરાઈ ગયેલું માલુમ પડતા પોલીસ સ્ટેશનમાં શાળાના આચાર્ય દ્વારા જાણ કરતા પોલીસ અધિકારી સ્થળ પર જાત તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને તાલુકા પંચાયતમાં પણ આ ચોરીની ઘટનાની લેખિત જાણ આચાર્ય દ્વારા કરવામાં આવેલી છે.