Get The App

મોરબી: આંતરિક રસ્તાઓ ઉપર પણ પોલીસની ટીમોનું સઘન ચેકિંગ

- શહેરમાં આંતરિક આવાગમન કરતા તમામ લોકોના નામ સહિતનો રેકોર્ડ રાખવાની ગતિવિધિ શરૂ

Updated: Apr 14th, 2020

GS TEAM

Google News
Google News
મોરબી: આંતરિક રસ્તાઓ ઉપર પણ પોલીસની ટીમોનું સઘન ચેકિંગ 1 - image


મોરબી, તા. 14 એપ્રિલ 2020 સોમવાર

શહેરમાં પ્રવેશવાના તમામ માર્ગો પર જે રીતે આવતા જતા તમામ લોકોની સઘન ચકાસણી અને નોંધણી થઈ રહી છે. તે જ રીતે હવે મોરબી શહેરમાં આંતરિક આવાગમન કરતા લોકોની નોંધ રાખવાનું શરૂ થયું છે.

શહેરના મુખ્ય ચોક જેવા કે નહેરૂગેટ ચોક, પોસ્ટ ઓફિસ અને ત્રિકોણબાગ સહિતના વિસ્તારમાં આવતા લોકોને અટકાવીને નામ સરનામું પૂછી ક્યાં કારણોથી બહાર નીકળ્યા છે તે જાણી એક રજીસ્ટરમાં તેની નોંધ રાખવામાં આવી રહી છે. આનાથી કારણ વગર વારંવાર કોઈને કોઈ બહાના બતાવીને બહાર નીકળતા લોકો ઉપર રોક લગાવી શકાશે.

પાછલા બે દિવસથી લાગુ કરવામાં આવેલી આ વ્યવસ્થા હવે સુદ્રદ્ધ બનાવવામાં આવી છે. તંત્રએ લોકોએ ફરી એકવાર ચેતવણી આપી છે કે ઘર બહાર નિકળનાર તમામ લોકોની નોંધ રાખવામાં આવી રહી છે. આથી કોઈ ખાસ કારણ વગર લોકો ઘરમાંથી બહાર નીકળે નહીં.

Tags :