mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

મોરબીના લાતી પ્લોટ ખાતે ઘડિયાળના કારખાનામાં વિકરાળ આગથી અફડાતફડી

Updated: May 19th, 2023

મોરબીના લાતી પ્લોટ ખાતે ઘડિયાળના કારખાનામાં વિકરાળ આગથી અફડાતફડી 1 - image


ત્રણ માળ આગમાં લપેટાતા માલસામાન ભસ્મીભૂત :ધૂમાડાના ગોટેગોટાથી આકાશ કાળુ ડિબાંગઃ ફાયરબ્રિગેડ દોડયું સદભાગ્યે જાનહાની ન થતા રાહત

મોરબી, : મોરબીના ઘડિયાળનું હબ ગણાતા લાતીપ્લોટ વિસ્તારમાં આજે વહેલી સવારે અગમ્ય કારણોસર ઘડિયાળના કારણખાનમાં વિકરાળ આગ ભભૂકી હતી. આગ એટલી ભીષણ હતી કે ૩ માળની ઇમારત આખી બળીને ખાખ થઈ ગઈ હતી. આ અંગેની ફાયરની ટીમને જાણ કરતા ફાયફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા.

મોરબીના લાતીપ્લોટમાં આવેલ મંગલમ કલોક નામના કારખાનામાં આજે વહેલી સવારે પાંચ વાગ્યે આગ ફાટી નીકળી હતી.જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટાના દ્રશ્યો સર્જાયા હતા. આગની આ દુર્ઘટનામાં ઘડીયાળ બનાવવાનો કાચો માલ અને અન્ય સામગ્રી સહિતની વસ્તુ ભસ્મીભૂત  થઈ ગઈ હતી.

આગ લાગ્યા અંગેની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ સત્વરે ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ સતત પાણીનો મારો ચલાવીને વિકરાળ આગને કાબુમાં લેવા માટેના પ્રયાસ ફાયર કર્મીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આગના બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. જોકે ત્રણ માળની ઇમારત આગમાં સ્વાહા થતા આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાના કારણ અંગે તપાસ હાથ ધરાઈ છે.

Gujarat