મોરબીમાં શાકભાજી વેચતા ફેરિયાઓના આરોગ્યની ચકાસણી
મોરબી, તા. 14 મે 2020 ગુરૂવાર
કોરોના મહામારી વચ્ચે મોરબી જીલ્લામાં પણ વાંકાનેર સહીત કુલ 2 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જેને પગલે તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં શાકભાજી વેચતા ફેરિયાઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી.
મોરબીની શાકમાર્કેટમાં ભીડ થતી હોય જેથી પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા શાકભાજીના ફેરિયાઓને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જગ્યાની ફાળવણી કરી હતી અને સોશ્યલ ડીસટન્સ જળવાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્યમાં અનેક સ્થળે શાકભાજી વેચતા લોકોમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હોય જેને પગલે મોરબી પાલિકા અને પોલીસ દ્વારા આરોગ્ય તંત્રના સહયોગથી શાકભાજી વેચતા ફેરિયાઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી.