Get The App

હિજરતીઓ માટે ફાળવેલી 3 એકર જમીન ઉપરથી હટાવાયા દબાણો

- મોરબીના મકનસર ગામે

- પાંચ મકાનો, ગેરેજ, ઇંટનો ભઠ્ઠા ઉપર ફેરવાયું બુલડોઝર

Updated: May 30th, 2019

GS TEAM

Google News
Google News
હિજરતીઓ માટે ફાળવેલી 3 એકર જમીન ઉપરથી હટાવાયા દબાણો 1 - image


મોરબી, તા. 29 મે 2019, બુધવાર

મોરબીના મકનસર ગામે પ્રેમજીનગર વિસ્તારમાં સરકારી જમીન પર દબાણ કરવામાં  આવ્યું હોય જે મામલે આજે મામલતદાર અને ટીડીઓની ટીમ પોલીસને સાથે રાખીને પાંચ મકાનો તેમજ કાર સર્વિસ ગેરેજ તથા ઇંટના ભઠ્ઠી સહિતના દબાણો દુર કરવામાં આવ્યા હતા. 

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના મકનસર ગામના પ્રેમજીનગર વિસ્તારમાં અવારનવાર સરકારી જમીનો પર દબાણ થયાનું અગાઉ પણ ખુલ્યું છે ત્યારે તાજેતરમાં વાવડી ગામથી હીજરત કરી આવેલા લોકોને પ્લોટ ફાળવવા માટે મંજુર કરાયેલી ૩ એકર સરકારી જમીનમાં અમુક તત્વોએ પેશકદમી કરી હતી અને આ જમીનપર કાચા મકાનો ખડી દેવાયા હતા જેને પગલે આજે મામલતદાર ટીડીઓની ટીમે તાલુકા પોલીસના બંદોબસ્ત સાથે દબાણો હટાવવાની ઝુંબેશ આદરી હતી અને સરકારી જમીન પર ખડકી દેવાયેલ પાંચ મકાનો, કાર વોશિંગ ગેરેજ અને ઇંટની ભઠ્ઠી સહિતના દબાણો પર સરકાર બુલડોઝર ફેરવી દઇને જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

Tags :