નાની વાવડીનાં પૂર્વ સરપંચનાં પરિવારને અકસ્માત: એક મોત
- મોરબી નજીક કાર અને ટ્રક વચ્ચે ટક્કર
- કચ્છમાં દર્શન કરતી ને પરત ફરતી વખતે દુર્ઘટના
મોરબી,તા.10 ફેબ્રુઆરી 2019, રવિવાર
મોરબીનો નવલખી રોડ અકસ્માતો માટે કુખ્યાત બની રહ્યો છે. જેમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા કારમાં સવાર નાની વાવડીનાં પુર્વ સરપંચનાં પરિવારનાં વૃધ્ધનું મોત નીપજયું હતું. અન્યનો બચાવ થયો હતો.
મોરબીના નવલખી રોડ પર વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ફાટક પાસે ઉભેલી કારને ટ્રક સિમેન્ટ મિલરના ચાલકે ઠોકર મારી હતી. જેને પગલે કારમાં સવાર પ્રભુભાઈ પડસુંબીયા રહે. નાની વાવડીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જયારે કારમાં સવાર નાની વાવડીના પુર્વ સરપંચ છગનભાઈ પડસુંબીયા, તેના પત્ની સહતનાં અન્ય ચારનો આબાદ બચાવ થયો હતો.
કુટુંબી સગાઓ કચ્છમાં દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે વનાળીયા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વૃદ્ધનો ભોગ લેવાયો છે. નવલખી રોડ પર વધુ એક અકસ્માતને પગલે આસપાસના ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો છે.