વાંકાનેરમાં ડુપ્લીકેટ તમાકુ બનાવવાની ફેક્ટરી પર પોલીસના દરોડા, 9.32 લાખનો મુદ્દામાલ જપ્ત
મોરબી, તા. 23 જાન્યુઆરી 2019 બુધવાર
વાંકાનેરમાં ડુપ્લીકેટ તમાકુ બનાવવાનું ગેરકાયદે કારખાનાના પર પોલીસે દરોડા પાડી રૂપિયા 9.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ બનાવની વિગત અનુસાર મોરબી પોલીસનની ટીમને પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેરના રાતીદેવડી ગામની સીમમાં આવેલી ગનીભાઈ શેરશીયા (રહે. અમન સોસાયટી)ની વાડી અને રહેણાંક મકાનમાં બાગબાન કંપનીની ડુપ્લીકેટ તમાકુ બનાવવાની ફેક્ટરી ધમધમતી હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે દરોડો કરતા સ્થળ પરથી પોલીસને બાગબાન કંપનીનું તમાકુ, કાચું તમાકુ, તમાકુ મિક્ષ કરવાના મશીન, ડબ્બા સીલ કરવાનું મશીન, ખાલી ડબ્બા સહિત કુલ ૯,૩૨,૨૬૦ નો મુદામાલ મળી આવતા એ જપ્ત કરીને આરોપી સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.