મોરબી, તા. 4 જુલાઈ, 2020, શનિવાર
ચોટીલા ખાતે એસીબી ટીમે સફળ ટ્રેપ ગોઠવીને હેડ કોન્સ્ટેબલને ઝડપી લીધો હતો અને એક લાખના લાંચ પ્રકરણની વધુ તપાસ મોરબી એસીબી ટીમને સોપવામાં આવી હોય જેમાં આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજુર થતા વધુ તપાસ ચલાવી છે.
રાજકોટ શહેર એસીબી પીઆઈ સરવૈયાની ટીમે ચોટીલામાં એક લાખની સફળ ટ્રેપ કરી હતી અને સુરેન્દ્રનગર એસીબીમાં ગુન્હો દાખલ કરાવ્યો હોય જે કેસની તપાસ મોરબી એસીબી પીઆઈ ગઢવી ચલાવી રહ્યા છે. આરોપી પોલીસ હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ સોલંકી ચોટીલા પોલીસ મથકવાળાને પોલીસ નિગરાનીમાં રાખી હાલની સ્થિતિને પગલે કોરોના ટેસ્ટ રીપોર્ટ કરાવ્યો હતો અને ટેસ્ટ નેગેટીવ આવતા તેની ધોરણસર અટક કરીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.


