મોરબી,તા.7 જુન 2020 રવિવાર
માળિયા તાલુકા પંથકમાં રહેતી 14 વર્ષની સગીરા કુદરતી હાજતે ગઈ ત્યારે બે શખ્સોએ એકલતાનો ગેરલાભ લઈને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. તેને ગર્ભ રહી ગયો હોવાનો મામલો સામે આવતા માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
માળિયા તાલુકા પંથકમાં રહેતી સગીરા ચારેક માસ પહેલાં બપોરના અરસામાં કુદરતી હાજત કરવા માટે ગઈ હતી એ દરમિયાન મોઢા પર બુકાની બાંધીને બે શખ્સેા મોટર સાઈકલ પર આવ્યા હતા અને તેની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. બાળાને 4 માસનો ગર્ભ રહી ગયો હોવાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોંધાતાં બન્ને અજાણ્યા નરાધમોને શોધવા તપાસ હાથ ધરવામાં આવી છે.


