Get The App

રાજકોટથી મોરબી આવનાર અને આશરો આપનાર સહિત 10 સામે ફરિયાદ

- રાજકોટમાં કોરોનાના કેસો વધતા હોવા છતાં જોખમી રીતે મોરબી આવવા અને આશરો આપવા મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી

Updated: Apr 14th, 2020

GS TEAM

Google News
Google News
રાજકોટથી મોરબી આવનાર અને આશરો આપનાર સહિત 10 સામે ફરિયાદ 1 - image


મોરબી, તા. 14 એપ્રિલ 2020 મંગળવાર

રાજકોટમાં કોરોનાનો ઝડપભેર ફેલાવો થઈ રહ્યો છે અને રાજકોટથી બીજી જગ્યાએ લોકોને જવાની મનાઈ હોવા છતાં છેલ્લા થોડા સમય પહેલા રાજકોટના અલગ અલગ વિસ્તારોમાંથી લોકો મોરબી આવ્યા હતા અને સ્થાનિક લોકોએ તેમને આશરો આપ્યો હતો.

આ ગંભીર બાબત પોલીસના ધ્યાને આવતા હાલ એ ડિવિઝન પોલીસે રાજકોટથી મોરબી જોખમી રીતે આવેલા અને આશરો આપનાર સહિતના દસ શખ્સો સામે જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસે અલગ અલગ જાહેરનામાના ભાંગના ગુના નોંધ્યા છે. જેમાં રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કોરાના પોઝીટીવના કેસો વધ્યા હોય છતાં તે વિસ્તારમાથી મોરબીમાં તેમના સાસુ સસરાના ઘરે આવનાર હસીનભાઇ અબ્દુલભાઇ જુણેજ (રહે. રાજકોટ જંગલેશ્વર નુરાની ચોક શેરીનં.7) તથા તેમને આશરો આપનાર અશરફખાન કાળુખાન પઠાણ (રહે. મોરબી સિપાઇવાસ) તેમજ શાયરા અશરફખાન પઠાણ (રહે. મોરબી સીપાઇવાસ), શાહિદાબેન મોહસીનભાઇ અબ્દુલભાઇ જુણેજ સામે જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધ્યો છે.

બીજા બનાવમાં રાજકોટ સીટી વિસ્તારમાં કોરાના પોઝીટીવના કેસો વધવા પામેલ હોય તે વિસ્તારમાથી મોરબી આવેલા મહમદશા અલ્તાફશા શાહમદાર, શરીફાબેન મહમદશા શાહમદાર, ઇમરાનભાઇ રફીકભાઇ શાહમદાર (રહે.ત્રણેય આમરણ દાવલશાવાસ, મોરબી), ઇકબાશા રસુલશા શાહમદાર (રહે.મોરબી ઝવેરી શેરી સામે) જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત, શબાનાબેન ઇમરાનભાઇ પીંજારા (રહે.રાજકોટ ભગવતીપરા પાટાની બાજુમાં હકુભા સંઘીના મકાનમાં) તથા રાણાભાઇ ભુરાભાઇ (રહે.મોરબી મકરાણીવાસ) સામે જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધાયો છે. જેમાં આરોપી મહિલા રાજકોટના ભગવતીપરા વિસ્તાર રહેતી હોય ત્યાંથી મોરબી આવ્યા બાદ બીજા આરોપીએ તેમને રહેવા માટે મકાનનો આશરો આપતા આ બન્ને સામે કલેકટરના કોરોના જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

Tags :