મોરબીમાં રસ્તા, સિવિલ હોસ્પિટલમાં કરાયો સલ્ફર ક્લોરાઈડનો છંટકાવ
મોરબી, તા. 25 માર્ચ 2020, મંગળવાર
કોરોના
હાહાકાર વચ્ચે મોરબી જીલ્લામાં તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે અને આજથી
લોકડાઉનની જાહેરાત થયા બાદ સિવિલ હોસ્પિટલ અને જાહેર રસ્તાઓની સફાઈ કેમિકલના
છંટકાવ દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે પોરબંદરની કોર્ટમાં પણ દવા છંટકાવ
સહિતના પગલાં લેવાયા છે.
મોરબી
આરોગ્ય વિભાગની સુચનાથી ફાયર ટીમની ગાડીઓ અને પંપ દ્વારા આજે શહેરના રસ્તાઓ પર
કેમિકલ છંટકાવ કરીને સફાઈ કરવામાં આવી હતી મોરબી સિવિલ હોસ્પિટલના બિલ્ડીંગ અને
ગ્રાઉન્ડમાં સલ્ફર ક્લોરાઈડ યુક્ત પાણીનો મારો ચલાવ્યો હતો તેમજ મોરબીના જાહેર
રસ્તાઓ પર પણ ફાયરની ગાડીઓ અને પંપ દ્વારા છંટકાવ કરવામાં આવ્યો હતો અને કોરોના
સામે લડવા તંત્ર તમામ પગલાઓ ભરી રહ્યું છે.
કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા પોરબંદર જિલ્લા અદાલત દ્વારા એક કમીટીની રચના કરવામાં આવી છે એ જે કમીટીના આદેશપાત્ર પોરબંદર જિલ્લા ન્યાયાલયના મુખ્ય દરવાજા ઉપર થર્મલગન દ્વાર સ્કેનિંગની વ્યવસ્થા ઉભી કરીને ન્યાયાધીશો, વકિલો, સ્ટાફ કર્મચારીઓ અને પક્ષકારના ટેમ્પરેચર માપી કોર્ટ સંકુલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
કોર્ટ કમ્પાઉન્ડ તથા ગ્રાઉન્ડને સ્વચ્છ રાખવા તથા દવાનો છંટકાવ
કરવામાં આવેલ તેમજ આયુર્વેદિક હોસ્પિટલના સહોયગથી કોર્ટ કમ્પાઉન્ડમાં આવનાર
ન્યાયાધીશો, વકીલો, સ્ટાફ કર્મચારીઓ
અને પક્ષકારોને આયુપર્વેદીક ઉકાળો તેમજ રોગપ્રતિકારક ટેબ્લેટનું વિતરણ કરવામાં
આવ્યું હતું.