મોરબી, તા. 18 મે, 2020, સોમવાર
મોરબીના ગાળા ગામ નજીકથી પસાર થતા બે ટ્રક વચ્ચે ટક્કર થવા પામી હતી જે અકસ્માતમાં ટ્રકના ક્લીનરનું મોત થયું હોય જે બનાવ મામલે પોલીસે નોંધ કરી તપાસ ચલાવી છે. જ્યારે આમરણ પાસે બે ટ્રક અથડાતા ૧ને ઈજા થઈ હતી.
પંજાબના રહેવાસી બલવીરસિંહ રામચંદ પટોઈએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટ્રક ટ્રેઇલરના ચાલકે મોરબી-માળીયા નેશનલ હાઈવે પરના ગાળા નજીક ટ્રકમાં પંચર હોય અને ટ્રક સાથે પાછળથી અકસ્માત કરતા ક્લીનર મનજીતસિંગ જગદીશસિંગને ઈજા થતા મોત નિપજ્યું હતું જયારે અકસ્માત બાદ ટ્રેઇલરનો ચાલક સ્થળ પર મૂકી નાસી ગયો છે તાલુકા પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.
મોરબીના આમરણ ગામ નજીક આજે વહેલી સવારના સુમારે ટ્રક અને મીની ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત એટલો ભયંકર હતો કે મીની ટ્રક અને ટ્રકની કેબીના બુકડા બોલી ગયા હતો અને અકસ્માતમાં મધુભા રામભાને ઈજા પહોંચી હોય જેને ૧૦૮ ટીમ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે અકસ્માતમાં કોઈ જાનહાની થઇ ના હોય જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.


