ટંકારાના ઓટાળા નજીક વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકો આંદોલન
- ST બસમાં જગ્યા નહીં મળતા સૂત્રોચ્ચાર
મોરબી, તા. 7 ફેબ્રુઆરી 2019 ગુરુવાર
ટંકારા તાલુકાના ઓટાળા ગામ નજીક આજે વિદ્યાર્થીઓએ બસ રોકી વિરોધ કર્યો હતો. જામનગર ધ્રાંગધ્રા રૂટની બસને રોકી વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યો હતો. જામનગર રૂટની આવતી બસો ભરચક્ક હોવાથી વિદ્યાર્થીઓને જગ્યા મળતી નથી. જેથી રોષ જોવા મળી રહ્યો છે અને વિદ્યાર્થીઓ માટે સવારના સમયે અલગ બસો દોડાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
જામનગર તરફથી આવતી બસો ભરચક્ક હોય છે જેથી વિદ્યાર્થીઓને જગ્યા મળતી નથી અને અલગ બસો દોડાવવામાં આવતી નથી. જેથી વિદ્યાર્થીઓ સમયસર શાળા કોલેજ પહોંચી શકતા નથી. જે મામલે અગાઉ પણ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ના કરાતા આજે બસ રોકી વિરોધ દર્શાવ્યો હતો.