મોરબી, તા. 21 નવેમ્બર 2019, ગુરૂવાર
શહેરના ધૂળકોટ ગામના રહેવાસી અને આમરણમાં સ્ટુડિયો ચલાવતા જયસુખભાઈ ઉર્ફે જયેશભાઈ તરશીભાઈ ચોટલીયા(38)ને ફેસબુક પર પૃથ્વીરાજ ચૌહાણનો વીડિયો વાયરલ કરવા મામલે 19 શખ્સોએ સ્ટુડિયોમાં ઘૂસીને માર માર્યો હતો.
પૃથ્વીરાજ ચૌહાણને થયેલા અન્યાય અંગેનો વિડીયો યુવાને ફેસબુક પર શેર કર્યો હતો. એ બાબતે સારું નહિ લાગતા સૈયદ ગુલામ હુશેન શબ્બીરમિયાં, બુખારી ઇકબાલ ટીપુ, સૈયદ લકી મુંજાવર, ઇકબાલ રગડો, ઇકબાલ સમસુ, બુખારી ગુલામ અસરફ, બુખારી તૌફીક અસરફ, મોહંમદ ઘાંચી, બુખારી સલીમ કાલુમિયાં, ભન્નો, હુશેન ખોખર, બુખારી રજાક બાવામિયાં, અફઝલ, તેકુલ ખોખર ખાટકી, ફટક તુફાનવાળો, સલીમ અસમુદીન બુખારી, શબ્બીર મૌલાના, યાકુબ બાવામિયા અને મૌલાના અલ્તાફ મદ્રેસાનાએ ધર્મનું અપમાન થયું હોવાનું માની ગાળો આપી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મંગળવારે બનેલી આ ઘટના વિશે ગત રાતે ફરિયાદ નોંધાતાં મોરબી તાલુકા પોલીસે ગામમાં બસ સ્ટેશન વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો.


