Get The App

વાંકાનેર: સિવિલ હોસ્પીટલના ત્રીજા માળે ચડી યુવાનને મચાવ્યો હંગામો

Updated: Apr 17th, 2020

GS TEAM

Google News
Google News
વાંકાનેર: સિવિલ હોસ્પીટલના ત્રીજા માળે ચડી યુવાનને મચાવ્યો હંગામો 1 - image

વાંકાનેર, તા. 17 એપ્રીલ 2020, શુક્રવાર

સિવિલ હોસ્પિટલમાં આજે એક માનસિક અસ્થિર યુવાને હોબાળો મચાવ્યો હતો. માનસિક અસ્થિર યુવાન હોસ્પિટલના ત્રીજા માળે જોખમી રીતે ચડી ગયા બાદ પોલીસે કુનેહપૂર્વક નીચે ઉતારીને યોગ્ય કાર્યવાહી કરી હતી.

વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે આજે સવારે એક માનસીક અસ્થિર યુવાન હોસ્પિટલના ત્રીજા માળની બાલ્કનીમાં જઈ હોબાળો મચાવ્યો હતો. આ અંગે હોસ્પિટલ સ્ટાફ દ્વારા વાંકાનેર સીટી પોલીસને જાણ કરતાં તાત્કાલિક વાંકાનેર સીટી પોલીસના પૃથ્વીરાજસિંહ જાડેજા, ભીખુભાઈ વાળા તેમજ જીઆરડીના જવાનો સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

જ્યાં માનસિક અસ્થિર યુવાનને કુનેહપૂર્વક નીચે ઉતારી પોતાના કબજામાં લીધો હતો. જો પોલીસ દ્વારા કુનેહપૂર્વક કામગીરી કરવામાં ન આવી હોત તો માનસિક અસ્થિર યુવાન ત્રીજા માળેથી નીચે ઝંપલાવે તેવી પૂરી શક્યતાઓ રહેલી હતી. અત્યારે કોરોના વાયરસનાં ડરના કારણે લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવી રહ્યા છે ત્યારે આ માનસિક અસ્થિર યુવાનને પકડવા માટે વાંકાનેર સીટી પોલીસે પોતાના જીવ જોખમમાં મુકી તેને ઝડપી લીધો અને તેની જિંદગી બચાવી જે ખરેખર પોલીસનું એક પ્રશંસનીય કાર્ય છે.

Tags :