Get The App

મોરબી: કોરોના મહામારી વચ્ચે યુવાન તેની પત્નીને અમદાવાદ માવતરેથી તેડી આવ્યો, ગુનો દાખલ

Updated: Apr 16th, 2020

GS TEAM

Google News
Google News
મોરબી: કોરોના મહામારી વચ્ચે યુવાન તેની પત્નીને અમદાવાદ માવતરેથી તેડી આવ્યો, ગુનો દાખલ 1 - image

મોરબી, તા. 16 એપ્રિલ 2020, ગુરૂવાર

સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવેલ છે અને બીનજરૂરી લોકોની હેરફેર રોકવા તથા પબ્લિક ટ્રાન્સપોર્ટશન નહિ કરવા માટે મોરબી જીલ્લા મેજી. દ્વારા જાહેરનામું બહાર પાડેલ છતાં પણ વાંકાનેરના જોધપર ગામે રહેતો યુવાન પોતાની પત્નીને અમદાવાદથી લઇ આવી કોરોના સંક્રમણ વધે તેવી બેદરકારીભર્યું કૃત્ય કરી જાહેરનામાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.

મોરબી: કોરોના મહામારી વચ્ચે યુવાન તેની પત્નીને અમદાવાદ માવતરેથી તેડી આવ્યો, ગુનો દાખલ 2 - imageકોરોનાના મહામારીને પગલે સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવેલ છે અને જીલ્લા બહાર જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે ત્યારે વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતો ચિરાગ જીતુભાઈ પરમાર ગત તા.13ના રોજ પોતાની ઇકો ગાડી લઈને તેની પત્ની વર્ષાબેનને અમદાવાદ નિકોલ ખાતે તેના માવતરેથી તેડી આવ્યા હોવાની જાણ થતાં પોલીસ અને આરોગ્ય ટીમ જોધપર ગામ ખાતે દોડી ગયા હતા અને આરોગ્ય તપાસણી કરી અને બંનેને હોમ કોરેન્ટાઇન રહેવા આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યું છે.

સરકારી તંત્રની પરવાનગી વગર ચિરાગ તેની પત્ની વર્ષાબેનને અમદાવાદથી વાંકાનેર લઇ આવી કોરોનાનું સંક્રમણ વધે તેવું બેદરકારીભર્યું કૃત્ય કરતા તેની સામે વાંકાનેર તાલુકા પોલીસે 188, 269 તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ 51(બી) ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.




Tags :