કોરોના લોકડાઉન: મોરબી જીલ્લામાં 21 જાહેરનામા ભંગના કેસમાં 58 સામે કાર્યવાહી
મોરબી, તા. 3 એપ્રિલ 2020 શુક્રવાર
કોરોના લોકડાઉનની અમલવારી કરાવતી પોલીસ ટીમો દ્વારા વિવિધ સ્થળે જાહેરનામાં ભંગના કેસો કરવામાં આવ્યા હતા. જેમાં મોરબી જીલ્લાની પોલીસ ટીમોએ કુલ 21 કેસો કરીને 58 વ્યક્તિ સામે કાર્યવાહી કરી છે.
મોરબી જીલ્લા પોલીસ કોરોના લોકડાઉનની અમલવારી માટે સતત કાર્યરત છે અને જાહેરનામાં ભંગ કરનાર સામે કેસ કરવામાં આવે છે. જેમાં મોરબી પોલીસ દ્વારા દુકાનો ખુલ્લી રાખવા અંગેના 11 કેસો કરીને 12 વ્યક્તિ સામે કાર્યવાહી કરી છે તેમજ ટોળે એકત્ર થયેલાના કુલ 10 કેસોમાં 46 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
મોરબી જીલ્લામાં કુલ 79 વાહનો ડીટેઈન કરાયા છે અને જાહેરનામાં ભંગના મોરબી જીલ્લાના કુલ 21 કેસોમાં 58 વ્યક્તિ સામે કાર્યવાહી કરી છે.