Get The App

મોરબીના બેઠા પુલ પાસે ડમ્પર ઘૂસી જતાં અકસ્માત

- લોખંડની એંગલ સાથે જોરદાર ટક્કર

- કલેક્ટર કચેરી પાસે પણ લોખંડની એંગલમાંથી પરાણે પસાર થતા છોટા હાથી ટીંગાયું

Updated: Jul 4th, 2020

GS TEAM

Google News
Google News
મોરબીના બેઠા પુલ પાસે ડમ્પર ઘૂસી જતાં અકસ્માત 1 - image


મોરબી, તા. 4 જુલાઈ, 2020, શનિવાર 

મોરબીમાં વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા જ નથી અને ભારે વાહનો પ્રવેશબંધી માટે લોખંડ એન્ગલ લગાવેલી હોય આમ છતાં વાહનો ઘુસાડી દેતા હોય છે જેમાં બેઠા પુલ નજીક એક ડમ્પર ધરાર ઘુસાડવા જતા અકસ્માત સર્જાયો હતો.

મોરબીના શક્તિ ચોકથી બેઠા પુલ થઈને સામાકાંઠે જવાના રસ્તેથી ભારે વાહનોને પ્રવેશબંધી છે. જે માટે લોખંડની એન્ગલ મુકવામાં આવી છે જેથી ડમ્પર કે ટ્રક જેવા વાહનોની એન્ટ્રી બંધ થઇ જાય છે. જોકે આમ છતાં એક ડમ્પર ચાલકે અહીંથી જ પસાર થવું છે તેવી જાણે કે જીદ પકડી હોય અને ડમ્પર કોઈપણ શરતે નીકળી સકે તેમના હોય છતાં ઘુસાડી દેતા લોખંડ એન્ગલ સાથે જોરદાર ટક્કર થવા પામી હતી. જેમાં લોખંડ એન્ગલને પણ નુકશાન પહોંચાડયું હતું.

આવો જ અકસ્માત બે દિવસ પૂર્વે કલેકટર કચેરી પાસે જોવા મળ્યો હતો જ્યાં પણ લોખંડ એન્ગલમાંથી માલવાહક છોટા હાથી નીકળી સકે તેમ ના હોય છતાં ધરાર ઘુસાડતા વાહન ટીંગાઈ ગયું હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો, ત્યારે વાહનચાલકો નિયમોનું પાલન કરે અને પોલીસ પણ આવા શખ્શોને કાયદાનું ભાન કરાવે તે જરૂરી છે.

Tags :