ફ્લેટના ગ્રાઉન્ડમાં વૃક્ષની ડાળીએ ગળેફાંસો ખાઈ તરૂણીનો આપઘાત
- મોરબીના સરદારનગરમાં
- પાલખડા- રાતડી વચ્ચે વાહન હડફેટે યુવાનનું મોત
મોરબી,પોરબંદર, તા. 5 જુલાઈ, 2020, રવિવાર
મોરબીના સરદારનગરમાં ફ્લેટના ગ્રાઉન્ડમાં આવેલા વૃક્ષની ડાળીએ ગળેફાંસો ખાઈ તરૂણીએ આપઘાત કર્યો હતો. જ્યારે પાલખડા-રાતડી હાઈવે પર અજાણ્યા વાહને હટફેટે લેતા બરડીયા ગામના યુવાનનું મોત થયું હતું.
મોરબીના કન્યા છાત્રાલય રોડ પર સરદારનગર ચાણક્ય એપાર્ટમેન્ટના રહેવાસી કાજલ ગોરધનભાઈ કાતરોલિયા (ઉ.વ.૧૩)એ કોઈ કારણોસર પોતાના ફ્લેટના ગ્રાઉન્ડમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ લીધો છે મોરબી એ ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
બરડીયા ગામે વણકરવાસમાં રહેતા અને મજુરીકામ કરતા દાના લાખાભાઈ મકવાણા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેનો ભત્રીજો જીવા ભીખા મકવાણા બાઈક લઈને પાલખડા- રાતડી હાઈવે ઉપરથી નિકળ્યો ત્યારે અજાણ્યા વાહનના ચાલકે બેફીકરાઈથી વાહન ચલાવીને જીવાના બાઈક સાથે અથડાવ્યું હતું જેમાં તેનુ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જયા બાદ ચાલક નાસી છુટયો હતો.