Get The App

ટંકારા નજીક 6432 બોટલ વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક પકડાયો

- પોલીસ કે ચેકીંગથી બચવા માટે થતું હતું કારથી પાયલોટીંગ

- મીતાણા ચોકડી પાસે પોલીસે ટ્રક અને કારને આંતરીને રૂા.10.46 લાખનાં દારૂ સાથે રાજસ્થાનનાં ત્રણ શખ્સોને ઝડપી લીધા: ચકચાર

Updated: Jun 23rd, 2019

GS TEAM

Google News
Google News
ટંકારા નજીક 6432 બોટલ વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક પકડાયો 1 - image



મોરબી, તા. 23 જૂન 2019, રવિવાર

મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરી રોકવા કાર્યરત એલસીબી ટીમને મોટી સફળતા મળી છે. જેમાં ગત રાત્રીના મીતાણા ચોકડી પાસેથી પસાર થતી ટ્રકને આંતરી એલસીબી ટીમ ે૬૪૩૨ નંગ ઇંગ્લીશ દારૂની બોટલ તેમજ ટ્રક અને અલ્ટો કાર સહિત ૧૯.૫૨ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લેવાયા છે. 

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, રેન્જ આઇજી સંદીપસિંહની સુચના અને જિલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના પીઆઇ વી.બી. જાડેજાની ટીમ પેટ્રોલિંગમાં હોય, દરમિયાન બાતમીના આધારે રાજકોટ - મોરબી હાઇવે પર મીતાણા ચોકડી નજીક ચામુંડા હોટલ સામેના રોડ પરથી પસાર થતાં ટ્રકને આંતરી તલાશી લેતા ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૬૪૩૨ કિંમત રૂા. ૧૦,૪૬,૪૦૦ મળી આવતા એલસીબી ટીમે દારૂનો જથ્થો તેમજ ચાર મોબાઇલ કિંમત રૂા. ૬૫૦૦ ઉપરાંત ટ્રક અને અલ્ટો કાર સહિત કુલ ૧૯,૫૨,૯૦૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

ટ્રક તેમજ અલ્ટો કારમાં સવાર આરોપી શાકીલખાન નાશીરખાન પઠાણ અને નારાયણલાલ લાલુરામ રેગરગ (રહે.  બન્ને રાજસ્થાન) તેમજ જગપાલ ગોપાલસિંહ બડવા (રહે. હંગલા, જી. ચિતોડગઢ) એમ ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપી દારૂનો જથ્થો ક્યાંથી લાવીને કોને સપ્લાય કરવા જતા હતા તે દિશામાં વધુ તપાસ ચલાવી છે. 

દારૂ ભરેલ આખી ટ્રક ગુજરાતમાં ઘુસાડીને છેક રાજકોટ હાઇવે સુધી પહોંચી ગઇ હતી અને એક અલ્ટો કાર દારૂ ભરેલા ટ્રક સાથે રહીને માર્ગદર્શન આપતી હતી. જો કે, મોરબી એલસીબી ટીમે સચોટ બાતમીને આધારે દારૂ ભરેલી ટ્રક ઝડપી લીધા હતા અને દારૂનો જથ્થો કોને મંગાવ્યો તે આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. 

Tags :