Get The App

મોરબીની 17 સિરામિક ફેક્ટરીઓ સાથે 2.96 કરોડની છેતરપીંડી

- અલગ અલગ પેઢી બનાવી ટાઈલ્સ મંગાવી પેમેન્ટ ના ચુકવ્યુ

Updated: Feb 21st, 2019

GS TEAM

Google News
Google News
મોરબીની 17 સિરામિક ફેક્ટરીઓ સાથે 2.96 કરોડની છેતરપીંડી 1 - image

મોરબી, તા. 21 ફેબ્રુઆરી 2019 ગુરુવાર

મોરબીની સિરામિક ફેક્ટરીઓ સાથે વધુ એક છેતરપીંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મુંબઈ ખાતેની અલગ અલગ પેઢીના નામે માલ મંગાવી 2.96 લાખનું પેમેન્ટ ના ચૂકવી વેપારીએ સિરામિક ફેક્ટરીઓ સાથે છેતરપીંડી કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પરના રહેવાસી વિશાલ જીવરાજભાઈ અમૃતિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી રવિ કિશોર પાઉં (રહે રોયલ પ્લાઝા, વડોદરા)એ અલગ અલગ પેઢીઓ મુંબઈ-મહારાષ્ટ્ર ખાતે બનાવી તેમની કેરા વિટ્રીફાઈડ ફેક્ટરીમાંથી તેમજ અન્ય 16 એકમો પાસેથી વોલ ટાઈલ્સ અને વિટ્રીફાઈડ ટાઈલ્સ ખરીદી કરી પ્રથમ મંગાવેલ ટાઈલ્સના રૂપિયા સમયસર ચૂકવી વિશ્વાસ સંપાદન કરીને બાદમાં ખરીદી કરેલા માલના રૂપિયા 2,96,68,935 નહિ ચૂકવી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીએ કેરા વિટ્રીફાઈડ તેમજ સ્કાજેન વિટ્રીફાઈડ, ક્રીપ્તોન ગ્રેનેટો, રામેસ્ટ ગેનેટો, સેઝ વિટ્રીફાઈડ, સિલ્ક ટચ વિટ્રીફાઈડ, કેવીટા ગ્રેનેટો, સોરેન્તો ગ્રેનેટો, એલીકા વિટ્રીફાઈડ, મોડ સિરામિક લી. કેદીલેક ગ્રેનીટો, હોલીસ વિટ્રીફાઈડ, મલ્ટી સ્ટોન ગ્રેનીટો, ઈટકોસ ગ્રેનાઈટો, ડોનાટો વિટ્રીફાઈડ અને ફ્રીઓરેન્ઝા ગ્રેનીટો પ્રા.લી. એમ 17 સિરામિક ફેક્ટરીમાંથી એક વર્ષ દરમિયાન માલ મંગાવીને ૨.૯૬ કરોડથી વધુનું પેમેન્ટ નહિ ચૂકવીને છેતરપીંડી આચરી હોવાની જીલ્લા એસપી સમક્ષ ફરિયાદ કરી છે.

Tags :