મોરબી, તા. 06 જાન્યુઆરી 2020, સોમવાર
મોરબીના પીપળી ગામની સીમમાંથી પસાર થતી રાપર તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખની પ્લેટ ધરાવતી કારને આંતરી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની ૧૦૮ બોટલ નો જથ્થો મળી આવ્યો હતો.
એલસીબીએ કારમાં સવાર મોમાઈભાઈ ભીખાભાઈ રબારી રહે કલ્યાણપર તા. રાપર, બાબુભાઈ ઘનાભાઈ ભરવાડ રહે રાપર અને કમલેશ તેજાભાઈ રગીયા રહે મૂળ થોરાળા હાલ લીલાપર તા. મોરબીને ઝડપી લીધા હતા.
જયારે અન્ય રેડમાં એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન હળવદ તાલુકાના મિયાણી ગામની સીમમાં ડાભેરી તલવાડી પાછળ ગામના રહીશ વિજયભાઈ પ્રવીણભાઈ બાલાસણીયાએ બાવળના ઝુંડમાં સંતાડેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૩૬૦ કીમત રૂ ૦૧,૦૮,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે


