મોરબીમાં ટ્રાફિકને નડતરરૂપ 10 કાચા-પાકા દબાણો હટાવાયા
- શક્તિ ચોકથી બેઠા પુલ સુધી ડિમોલીશન
- રસ્તો ખુલ્લો થતાં રાહદારીઓને હાંશકારો
મોરબી, તા. 24 જાન્યુઆરી 2020 , શુક્રવાર
મોરબીના શક્તિચોક નજીક ટ્રાફિકને નડતરરૂપ ૧૦ કાચા-પાકા દબાણો હટાવાયા હતા. સીટી મામલતદાર અને પાલિકાની ટીમ દ્વારા દબાણો હટાવવાની કામગીરી થતા રાહદારઓએ હાંશકારો અનુભવ્યો હતો.
મોરબી શહેરમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવા તંત્રએ આદરેલી ઝુંબેશ આજે પણ જોવા મળી હતી અગાઉ દબાણો હટાવવાની કામગીરી બાદ આજે ફરીથી પાલિકા અને સીટી મામલતદારની ટીમ દ્વારા ૧૦ જેટલા કાચા અને પાકા દબાણો દુર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો
શક્તિચોકથી બેઠા પુલ જતા રસ્તા પર કાચા પાકા દબાણો ટ્રાફિકને નડતરરૂપ હો,ય જેથી પોલીસના બંદોબસ્ત સાથે દબાણો હટાવવામાં આવ્યા હતા બેઠા પુલ જવાના રસ્તે ટ્રાફિકને નડતરરૂપ ૧૦ જેટલા કાચા અને પાકા દબાણો પણ સરકારી બુલડોઝર ફેરવી દઈને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.