Get The App

મેરા ભારત મહાન : ભિખારીએ મંદિરમાં કર્યું આઠ લાખનું દાન

- રેલ મેં રેપ કા શર્મનાક ખેલ

- મેરા ગાંવ મેરા દેશ ભેંસ સાથે રેસ

Updated: Apr 10th, 2020

GS TEAM

Google News
Google News

મેરા ભારત મહાન

ભિખારીએ મંદિરમાં કર્યું આઠ લાખનું દાન

મેરા ભારત મહાન  : ભિખારીએ મંદિરમાં કર્યું આઠ લાખનું દાન 1 - imageએક પૈસા દે દો... કુછ ખાના ખીલા દો... આવી આજીજી કરતી ભિખારીઓ કોઈ પણ ધાર્મિકસ્થળની બહાર બેઠેલા જોવા મળે છે. કોઈ ભક્ત વળી ડહાપણ કરીને કહે કે સાજાસારા છો  છતાં બહાર બેસી ભીખ શું કામ માગો છો? ત્યારે માગણો સંભળાવે પણ ખરા કે તમે મંદિરની અંદર જઈને માગો છો અને અમે મંદિરની બહાર બેસીને  માગીએ છી, કાંઈ ફેર નથી. આવ ભાઈ હરખા આપણ ેબેઉ સરખા. પરંતુ આંધ્ર પ્રદેશના વિજયવાડામાં મંદિરની બહાર બેસી ભીખ માગતા ૭૩ વર્ષના યાદી રેડ્ડીએ માગી  માગીને છેલ્લા સાત વર્ષમાં ભેગી કરેલી સાત લાખ :પિયાની રકમ સાઈબાબા મંદિરમાં દાનમાં આપી દીધી છે. ૪૦ વર્ષ સુધી આ દિલકાર દાતાએ વિજયવાડામાં સાઈકલ રિક્ષા ચલાવી. પછી  બન્ને પગે જવાબ દઈ દીધો. એટલે રિક્ષા ચલાવવાનું બંધ કરી મંદિરની બહાર બેસી ભીખ માગવાનું શ: કર્યું. એક લાખની રકમ ભેગી થઈ એટલે તેણે સાઈબાબાના મંદિરે દાનમાં આપી દીધા. પછી જે રકમ ભેગી થાય એ આપવા માંડયો. જોવાનું એ છે કે જેમ જેમ તે દાન આપતો ગયો એમ એની આવક વધતી ગઈ.  સાત વર્ષમાં આઠ લાખ :પિયા ભેગા થયા એ પણ તેણે મંદિરને દાનમાં આપી દીધા. માગણનું પણ કહેવું મોટું મન?

રેલ મેં રેપ કા શર્મનાક ખેલ

નિર્ભયાના બળાત્કારીઓને ફાંસીએ ચડાવાયા અને હૈદરાબાદના ગેન્ગ-રેપના આરોપીઓને ઠાર કરવામાં આવ્યા છતાં દેશમાં બળાત્કાર, બળાત્કારના પ્રયાસ અને વિનયભંગના કિસ્સાઓ ઘટવાનું  નામ નથી લેતા. રાત્રે નિર્જન જગ્યાએ,  સૂમસામ સડક  પર અથવા તો જંગલ વિસ્તારમાં  બળાત્કાર કે સામૂહિક બળાત્કારની  ઘટનાઓ બનતી હોય છે. પરંતુ તાજેતરમાં જ બહાર આવેલા એક ચોંકાવનારા  અહેવાલ મુજબ છેલ્લા બે વર્ષ દરમ્યાન ટ્રેનોની અંદર, સ્ટેશનો પર અને રેલવે પરિસરમાં બળાત્કારની ૧૬૫ ઘટના નોંધાઈ છે. રેલમાં રેપના આ શર્મનાક ખેલથી ભલભલા ચોંકી ઉઠયા છે. મહિલાઓની સલામતી સામે સવાલ ઊભો થયો છે. એક આરટીઆઈ કાર્યકરે માહિતી અધિકાર હેઠળ મેળવેલી આ વિગતો અનુસાર છેલ્લાં ત્રણ વર્ષમાં રેલવેમાં લૂંટના ૪,૭૧૮ મામલા સામે આવ્યા છે અને ૫૪૨ હત્યાની ઘટનાઓ બની છે.  ભલે ભારતીય રેલવે તંત્રની તોલે આવે એવું આટલું વિશાળ રેલવે  તંત્ર દુનિયાના બીજા કોઈ દેશમાં નથી. પણ પ્રવાસની સુવિધા આપવાની સાથે મુસાફરોની સલામતીનો ખ્યાલ રાખવાનું પણ જ:રી છે કે નહીં?નહીંતર પેલું ગીત છેનેઃ ગાડી બુલા રહી હૈ... સીટી બની રહી હૈ...ફેરવી ગાવું પડશે કેઃ ગાડી :લા રહી હૈ સીટી બજા રહી હૈ...

મેરા ગાંવ મેરા દેશ ભેંસ સાથે રેસ

મેરા ભારત મહાન  : ભિખારીએ મંદિરમાં કર્યું આઠ લાખનું દાન 2 - imageકર્ણાટકનું નામ કાને પડે ત્યારે સત્તા માટેની  હોડ અને દોડ યાદ આવે. પરંતુ કર્ણાટકના ગામડાના એક દોડવીરે ભેંસ સાથે રેસ લગાવીને અનોખો વિક્રમ નોંધાવ્યો છે. શ્રીનિવાસ ગૌડા નામના ૨૮ વર્ષના આ દોડવીરે ૧૩.૬૨ સેકન્ડમાં  ૧૪૨.૫૦ મીટરનિં અંતર કાપી ત્રીસ વર્ષ જૂનો રેકોર્ડ તોડયો હતો. કર્ણાટકમાં કંબાલા નામની પારંપારિક  રેસ યોજાય છે. જેવા ભેંસની સાથે દોડવાની  રેસ લગાવવાની  હોય છે. શ્રીનિવાસ દક્ષિણ કન્નડ જિલ્લાના મુડબ્વિદ્રી વિસ્તારનો  રહેવાસી છે.  દુનિયાના ખ્યાતનામ  એથ્લેટ ઉસૈન બોલ્ટે  રિલે દોડમાં  ૧૦૦ મીટરનું અંતર ૯.૫૮ સેકન્ડમાં  કાપ્યું હતું.  જ્યારે  શ્રીનિવાસે   ૧૦૦ મિટરનું અંતર ૯.૫૫ સેકન્ડમાં  કાપી નવો રેકોર્ડ કર્યો છે.  આ જોઈ કહેવું પડે કેઃ મેરા ગાંવ મેરા દેશ ભેંસ સાથે લગાવી દોડ જીતે રેસ.

માતાજી ધનથી નહી મનથી રાજી રાજી

દેશભરમાં ધરમની ધજા લહેરાવતા ધર્મસ્થાનોની  દાનપેટીઓ ભક્તજનો છલકાવી દે છે. મંદિરના ખજાના અને તિજોરીઓ કરોડોની રોકડ રકમ તેમ જ સોના-ચાંદીથી ફાટફાટ થાય છે. અઢળક કમાણી છતાં દેશના સહુથી શ્રીમંત મંદિરમાં પ્રસાદના  વધારાના લાડુના પૈસા લેવાતા જોયા છે અને જે પૈસા  ખર્ચી શકે એને ઝડપથી દર્શનનો લાભ અપાય છે.  અરે બીજું તો  ઠીક ભક્તજનો જે વાળ ઊતરાવે છે એનું દર વર્ષે લીલામ કરીને લાખો :પિયા ેળવાય છે. ભલે આમાંથી ઘણીખરી રકમ સેવાકાર્યમાં  ચોક્કસ વપરાતી હશે. પણ ધનને મહત્ત્વ અપાય જ છે. આ બધાથી નોખું તરી આવે એવું અનોખું મંદિર  હિમાચલ પ્રદેશના પાલપુરમાં આવેલું છે. સિમસા માતાજીના મંદિરની ખાસિયત એ છે કે પૈસા ધરવાની સખત મનાઈ છે. મંદિરમાં  દાનપેટી જ રાખવામાં નથી આવી. ભક્તો ફૂલ ચડાવે છે અને તલના તેલનો દિવો કરી સંતાનસુખ મેળવવા માટેની માનતા માને છે. આ મંદિર એક જ સંદેશ આપે છે કે

છલકાવો નહીં દાનપેટીઓ

પણ સુપાત્રે કરે દાન

ધનથી નહીં મનથી ભજો માતાને

તો જ વધે શ્રદ્ધાની શાન.

ગુલાબનીસુવાસ ભણતર સુધારે

મેરા ભારત મહાન  : ભિખારીએ મંદિરમાં કર્યું આઠ લાખનું દાન 3 - imageગુલાબના ફૂલનો આપણા જીવનથી મરણ સુધી કોઈને કોઈ રીતે સંબંધ જોડાયેલો રહે છે. સ્ત્રીઓ કેશકલાપ કરે ત્યારે ઘણીવરા ગુલાબનો ઉપયોગ કરે છે. ગુલાબના ફૂલના હાર બનાવીને   પહેરાવવામાં આવે છે. ગુલાબની પાંદડીઓને સૂકવી પછી સરસ ગુલકંદ બનાવવામાં આવે છે. આયુર્વેદમાં પણ ગુલકંદના સેવનને ઠંડક માટે ગુણકારી ગણવામાં આવ્યું છે. ગુલાબના ફૂલોને નીચોવી અત્તર બનાવવામાં  આવે છે. ગુલાબ પરથી જ ગુલાબી રંગ ઓળખાય છે. કચ્છનો ગુલાબપાક વખણાય છે. 'સાયરોએ તો પોતાના કાવ્યો અને શેરશાયરીઓમાં છૂટથી ઉપયોગ કર્યો  છે. જ્યારે કોઈ મૃત્યુ પામે ત્યારે ગુલાબ જળ છાંટવામાં આવે છે. આમ જીવનથી મરણ સુધી ગુલાબનો સંબંધ  જોડાયેલો છે. યુવાવર્ગની વાત કરીએ તો વેલેન્ટાઈન્સ ડે વખતે એકબીજા પ્રત્યે પ્રેમ  વ્યક્ત કરવા ગુલાબની આપલે થાય છે. પરંતુ તાજેતરમાં  થયેલા એક સંશોધન વિદ્યાર્થીઓ વધુ સારી રીતે ભણી શકે છે. સાયન્ટીફિક રિપોર્ટસ જર્નલમાં  જણાવાયા મુજબ ગુલાબની ખુશ્બુથી વિદ્યાર્થીનું  મગજ એકદમ પ્રફુલ્લીત રહે છે, અને તણાવમુકત સ્થિતિમાં  વધુ સારી રીતે અભ્યાસ કરી શકે છે. એક એવો પ્રયોગ કરવામાં આવ્યો હતો કે   જેમાં વિદ્યાર્થીઓના બે ગુ્રપ બનાવવામાં આવ્યા હતા. એક ગ્રુપના વિદ્યાર્થીઓના સ્ટડી ટેબલ  ઉપર ગુલાબના ફૂલો રખાયા અને ગુલાબની અગરબત્તી  સળગાવવામાં આવતી હતી. જ્યારે બીજા ગુ્રપના  વિદ્યાર્થીઓ ગુલાબના ફૂલ અને અગરબત્તી વગર  અભ્યાસ કરતા હતા. અમુક દિવસ આ પ્રયોગ કરવામાં આવ્યા બાદ એવું તારણ નીકળ્યું હતું કે જે ગ્રુપના વિદ્યાર્થીઓ ગુલાબના ફૂલની અને અગરબત્તીની સુવાસની સંગાથે અભ્યાસ કર્યો તેમણે બીજા ગુ્રપના વિદ્યાર્થીઓ કરતાં લગભગ ત્રીસેક ટકા સારો દેખાવ કર્યો હતો. ગુલાબના ફૂલથી જો આ લાભ થતો હોય તો વિદ્યાર્થીઓના સ્ટડી ટેબલ પર કાયમ ફલાવરવાઝમાં તાજા ગુલાબો કેમ ન રાખી શકાય?

પંચ-વાણી

વાઈરસ ફેલાવે રોગ-ચાળો

બેસૂરા ગાયક ફેલાવે રાગ-ચાળો.


Tags :