Get The App

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી

Updated: Sep 29th, 2017

GS TEAM

Google News
Google News
મેરા ભારત મહાન - અક્ષય અંતાણી 1 - image

એસ.ટી.બસમાં વગર ટિકિટે કબૂતર પકડાયું

ટ્રેન કે બસમાં વગર ટિકિટે મુસાફરો પકડાય છે અને દંડાય છે. પરંતુ બસમાં વગર ટિકિટે  પ્રવાસ કરતા કોઈ કબૂતર પકડાય એવું સાંભળ્યું છે?  આ આશ્ચર્યજનક  હકિકત તામિલનાડુની છે તામિલનાડુ સ્ટેટ ટ્રાન્સપોેર્ટ  કોર્પોરેશનની  બસ ઈલ્લાવડી ગામથી હારૃર ટાઉન  તરફ જતી હતી.

બસમાં એક દારૃડિયો ટ્રાવેલ કરતો હતો અને તેની સાથે એક કૂબતર હતું. દારૃડિયો ટેસથી કબૂતર સાથે વાતો કરતો હતો અને કબૂતર પણ ઘૂ... ઘૂ... ઘૂ કરીને એને હોકારો આપતું હતું. રસ્તામાં  એક ગામ આવ્યું જ્યાંથી ટિકિટ ચેકર બસમાં ચડયો  અન ેબધાની ટિકિટ તપાસવા  માંડયો.  

દારૃડિયા  પાસે આવ્યો ત્યારે તેણે પોતાની ટિકિટ કાઢીને બતાવી.  ચેકરની નજર  કૂબતર પર પડી એચલે પૂછ્યું આ કબૂતરની ટિકિટ ક્યાં છે?  દારૃડિયાએ  માથું ધુણાવી  નનૈયો ભણ્યો. એટલે ટિકિટ ચેકરે કન્ડકટરનો ઉઘડો લીધો કે કબૂતરની ટિકિટ કેમ ન કાપી? તામિળનાડુ એસટીમાં કાયદો છે કે સરકારી બસમાં પક્ષીને લઈને જતા હો તો એની પણ ટિકિટ કઢાવવી પડે. કંડકટરે આ નિયમનો ભંગ કર્યો એટલે એને મેમો ફટકારવામાં આવ્યો.

મેમો મળતા સમસમી ગયેલો કંડકટર મનોમન કબૂતરને જાકારો આપતા મનમાંને મનમાં બોેલ્યો હશે કબૂતર જા... જા... જા...

મારકણી માસ્તરાણી

સોટી વાગે ચમચમ વિદ્યા આવે  ઝમઝમ... બાળકોને સોટી મારી મારી ભણાવતા સ્તર વિનાની માસ્તરના  જમાના ગયા. હવે તો માસ્તર કે માસ્તરાણી ભૂલેચૂકેય બાળક ઉપર હાથ ઉપાડે તો એનું આવી જ બને છે.

આમ છતાં બાળકોને બરહેમીથી પીટવાના અને ગંભીર રીતે  જખમી કરવાની શિક્ષકોની હેવાનિયતના  કિસ્સા  ક્યારેક  બહાર આવતો હોય છે. ઉત્તર  પ્રદેશના લખનઉની  જ એક  સ્કૂલનો કિસ્સોે તાજો જ છે. કોન્વેન્ટ સ્કૂલની ટીચર હાજરી લેતી હતી નામ બોલતી જાય એમ બાળકો 'પ્રેઝન્ટ મેડમ' કહેતા જતા હતા. એક બાળકનું નામ ટીચરે લીધું અને હાજર હોવા છતાં પ્રેઝન્ટ મેડમ ન બોલ્યો એમાં તો મેડમનો પિત્તો ગયો. સીધી દોડીને બાળક પાસે ગઈ અને એક-બે નહીં ચાલીસ તમાચા ચોડીને બાળકનો ગાલ લાલચોળ કરી નાખ્યો.

ચાલીસ થપ્પડ માર્યા છતાં તેનો ક્રોધ શમ્યો નહીં એટલે બાળકનો કોલર પકડી ઘસડીને આગળની બેન્ચ સુધી લઈ ગઈ અને ત્યાં ધક્કો મારીને પછાડી નાખ્યો  ચીનમાં ૨૦૧૪માં  આવી જ એક ઘટના   બની હતી.  એક બાળક કલાસમાં  હોમવર્ક કરીને  ન આવ્યો એચલે  કલાસ ટીચરને  ગુસ્સો આવ્યો.  પોતાના હાથે  બાળકને તમાચા મારવાને બદલે  તેણે બાળકની બાજુમાં  સહપાઠીને કહ્યું કે બાળકને  જોરજોરથી તમાચા માર.

પેલો તો મંડી પડયો થપ્પડ મારવા. ચાલીસ થપ્પડ  મારીને બાળકને અધમૂવો કરી નાખ્યો. બાળકની આંખમાં એટલી ગંભીર ચોટ પહોંચી કે તે આંખની રોશની ખોઈ બેઠો.  માના સ્તર સુધી પહોંચી જે ભણાવે એ સાચો મા-સ્તર કહેવાય.  આ રીતે ભણાવવાને બદલે માસ્તર કે માસ્તરાણી મરણતોલ માર માટે  એને શું સજા થવી જોઈએ?

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી 2 - imageભગવા માંડશે ભાગવા

ઘણાં સંસારથી ભાગવા માટે ભગવા ધારણ કરે છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ આવી જ રીતે  ભગવા ધારણ કર્યા, પણ સંસારી મટી હવે સરકારી બની ગયા છે. જ્યારથી મુખ્યમંત્રી  તરીકે સુકાન સંભાળ્યું છે ત્યારે સમગ્ર યુ.પી.ને ભગવામય બનાવવા માટે કમર કસી છે. 

સમાજવાદી પાર્ટીનું શાસન હતું. ત્યારે અખિલેશ  યાદવ સરકારે રામમનોહર લોહિયાના નામ પરથી લોહિયા રૃરલ બસ સર્વિસ  શરૃ કરી હતી પરંતુ સમાજવાદી  પાર્ટીની   સત્તા ગઈ અને ભાજપનું  રાજ  આવ્યું એટલે આદિત્યનાથ  સરકારે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બધી બસોને ભગવા રંગે રંગવાનો  નિર્ણય કર્યો છે.

પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મશતાબ્દી નિમિત્તે એસટીની બસોને ભગવા રંગે રંગવામાં આવશે.  એટલે ભગવા રંગની બસો ભાગવા મંડશે.  પૂરજોશમાં  ચાલી રહેલા ભગવા કરણને  જોઈને અને ઊગવી  બસો દોડતી  જોઈને લોકો  ગાઈ ઉઠશે કે ઔર નહીં 'બસ' ઔર નહીં, ધર્મ કે નારે ઔર નહીં...

જીવનમાં વસંત લાવે એ સંત: સ્ટંટ કરે એ સંત નહીં

પાખંડી સાધુઓ, બળાત્કારી બાબાઓ ધર મને બહાને ભક્તોને ધૂતતા ધૂતારાઓએ પહેલાં મહેલમાં એશ કર્યો અન ેહવે જેલમાં જઈ ચડયા છે.  એકવીસમી સદીમાં  આવાં એશઆરામ બાપુઓ બ્રહ્મને પણ ચારી આવે એવાં બ્રહ્મચારીઓેની ભરમાર છે ત્યારે વિચાર કરો કે બારમી સદીમાં   આ જ ભારતની ધરતી પર થઈ ગયેલા મહાન સંત  બસેશ્વરે સ્ત્રીઓના ઉધ્ધાર અને સમાજ સુધારનું મોટું કામ કર્યું હતું. 

જે જમાનામાં  સ્ત્રીઓએ  ગુલામડી જેવું જીવન  વિતાવવું પડતું હતું એ જમાનામાં  ૧૧૩૧માં   કર્ણાટકના બાગેવાડીના   સંત બસેશ્વરે  નારીમુક્તિ માટે અવાજ ઉઠાવ્યો હતો.

વિધવાઓના  પુર્નલગ્ન  કરાવ્યા હતા, આંતરજ્ઞાાતિ  લગ્નો કરાવ્યા હતા, સ્ત્રીઓને શિક્ષણ આપ્યું હતું. અંધશ્રદ્ધા સામે હિંમતથી  અવાજ ઊઠાવ્યો હતો અને પાખંડનો  પર્દાફાશ કર્યો હતો.  માનવતા અને સમાનતાનો સંદેશ આપે એ જ સાચા સંત કહેવાય બાકી આજે તો સાચા સંતને બદલે ખોટા સ્ટંટ દેખા છે.

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી 3 - imageમોબાઈલ અને ટોઈલેટનો મેળ

મુંબઈ અને દિલ્હી જેવાં મોટા શહેરોમાં ખુલ્લામાં ગંદકી થતી રોકવા માટે ંમોબાઈલ, ટોઈલેટની વ્યવસ્થા થવા માંડી છે.  પણ ગામડામાં  મોબાઈલ અને ટોઈલેટ વચ્ચ ેજરા જુદી જુગલબંધી જામી છે. ગ્વાલિયરની જિલ્લા પંચાયતે  ફરમાન બહાર પાડયું છે કે ખુલ્લામાં   ટોઈલેટ કરવા બેઠેલી કોઈ વ્યક્તિ  નજરે પડે કે તરત જ તેનો મોબાઈલ ફોટો પાડીને જે ગામવાસી  જિલ્લા પંચાયતની  ઓફિસમાં દેખાડી જશે તેને ૧૦૦ રૃપિયાનું રોકડ ઈનામ આપવામાં આવશે.

આ જાહેરાત સાંભળીને સો રૃપિયાની લાલચમાં  કેટલાય લોકો  સવારના પહોરમાં મોબાઈલ લઈને સીમમાં કે ખેતરોમાં ફરવા માંડયા છે. કોઈ માણસ ઓપનએરમાં ડબલું લઈને શૌચક્રિયા કરતો જોવા મળે કે તરત મોબાઈલછી ફોટો ક્લિક કરી લેવામાં આવે છે અથવા તો પ્રાત: કાળની  વિધિની  લાઈવ વિડિયો પણ ઊતારી લેવામાં આવે છે.

ઘરઘરમાં શૌચાલયની ઝુંબેશ વિશે ગ્રામજનોમાં  જાગૃતિ લાવવા અને ખુલ્લામાં  શૌચક્રિયાએ જતા લોકોને  પાછા  વાળવાના આશયથી આ 'ફોટો ખેંચો ઈનામ મેળવો'નો નુસ્ખો  અજમાવવનામાં આવ્યો  છે. સીસીટીવી કેમેરાને બદલે આ રીતે  શૌચક્રિયાના ફોટા ઝડપે એને શું  કહેવાય? છીછીટીવી કેમેરા?

પંચ-વાણી

દશેરા નજીક આવે ત્યારે દસ માથાળા માથાભારે રાવણનો ચહેરો નજર સામે  તરવરે  અને સવાલ ઉઠે કે આ રાવણના માથા કોણ ઉતારે?  બામ કે રામ?
 

Tags :