mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

દિલીપકુમારને પેશાવરથી મુંબઇ પહોંચાડનાર 'ફ્રન્ટિયર મેલ' 93 વર્ષની મજલ પૂરી કરશે

- રંગીલા રાજસ્થાનમાં અનોખા રંગની શોધ

Updated: Jul 22nd, 2021

- મેરા ભારત મહાન : અક્ષય અંતાણી

દિલીપકુમારને પેશાવરથી મુંબઇ પહોંચાડનાર 'ફ્રન્ટિયર મેલ' 93 વર્ષની મજલ પૂરી કરશે

દિલીપકુમારને પેશાવરથી મુંબઇ પહોંચાડનાર 'ફ્રન્ટિયર મેલ' 93 વર્ષની મજલ પૂરી કરશે 1 - image

હાથોં કી ચંદ લકીરોં કા, સબ ખેલ હૈ બસ તકદીરો કા..... ૧૯૮૨માં આવેલી વિધાતા ફિલ્મમાં સ્ટીમ એન્જિનના ડ્રાઇવરના રોલમાં દિલીપકુમાર અને શમ્મી કપૂર જે મસ્તીભર્યા અંદાઝમાં આ ગીત લલકારે છે તેને લોકો આજે પણ ભૂલ્યા નથી. યોગાનુયોગ દિલીપકુમાર (યુસુફ ખાન) અને શમ્મી કપૂર (શમશેર રાજ)ના ખાનદાની સંબંધોનો પાયો અખંડ હિન્દુસ્તાનના  પેશાવરમાં નખાયો હતો. ત્યાર પછી ખાન પરિવાર અને કપૂર ખાનદાનના સભ્યો એક જમાનાની સૌથી જાણીતી ટ્રેન  ફ્રન્ટિયર મેલમાં બેસી નસીબ અજમાવવા મારે મુંબઇ પહોંચ્યા હતા. વરાળથી ચાલતા એન્જિનવાળી ટ્રેનમાં બેસી યુસુફખાન ચારેક વર્ષની ઊંમરે પરિવાર સાથે મુંબઇ પહોંચ્યા હશે ત્યારે તેમને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે નસીબના પાસાં પલ્ટાશે અને તેમને અભિનયના શહેનશાહ તરીકે મશહૂર કરી દેશે ઃ સબ ખેલ હૈ બસ તકદીરોં કા..... દિલીપકુમારે  ૯૮ વર્ષની જૈફ વયે જીવનની સફર પૂરી કરી વિદાય લીધી હતી. યુસુફખાન જે ફ્રન્ટિયર મેલમાં બેસીને મુંબઇ પહોંચેલા એ ટ્રેન લગભગ બે મહિના પછી ૯૩ વર્ષની મજલ પૂરી કરશે. આ  ફ્રન્ટિયર મેલનું ઉદ્ઘાટન પહેલી સપ્ટેમ્બર ૧૯૨૮માં થયેલું. ત્યારે પેશાવર અને મુંબઇ વચ્ચે આ ટ્રેન દોડતી હતી. ૧૯૪૭માં  દેશનું વિભાજન થયું એ પેશાવર પ્રાંત પાકિસ્તાનમાં ગયા પછી થોડો સમય ફ્રન્ટિયર મેલ દોડતો બંધ થયો હતો. પરંતુ  થોડા વખત પછી મુંબઇ સેન્ટ્રલ અને અમૃતસર વચ્ચે આ ટ્રેન ફરી શરૂ કરવામાં આવી હતી. ઠેઠ ૧૯૯૬માં ફ્રન્ટિયર મેલનું નામ બદલીને સવુર્ણ મંદિર મેલ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં સ્ટીમ-એન્જિન ગાડીના ડબ્બાને ખેંચતા, જયારે અત્યારે તો ઇલેકિટ્રક એન્જિન આ ટ્રેનને સડસડાટ દોડાવે છે. અગણિત ચાહકો વચ્ચેથી વિદાય લઇ આજ્ઞાાત સફરે ઉપડી ગયેલા દિલીપકુમારને નસીબે યારી આપી છતાં તેઓ સંઘર્ષ, પશ્ચિમ અને પુરૂષાર્થથી અભિનયના શિખરની ટોચ પર પહોંચ્યા હતા. એટલે ફરી 'વિધાતા' ફિલ્મમાં એન્જિન ડ્રાઇવરે તરીકે તેમણે ગાયેલી કડી યાદ આવે છે : મેં માલિક અપની કિસ્મત કા..... મેં બંદા અપની હિમ્મત કા.....

રંગીલા રાજસ્થાનમાં અનોખા રંગની શોધ

રંગીલા રાજસ્થાનના લોકસંગીત, લોકનૃત્ય, ઊંચા કિલ્લા અને રાજમહેલો તેમજ રણની રેતીના કણકણમાં જાણે એવો જાદુ છે કે દેશવિદેશના પર્યટકો ખેેંચાઇને આવે છે. આ રંગીલા રાજસ્થાનમાં એક અનોખો રંગ ઉમેરાયો છે. ગાયના છાણમાંથી કુદરતી રંગ બનાવવાની શોધ થઇ છે. ખાદી ગ્રામોદ્યોગ પંચ તરફથી છાણમાંથી પ્રાકૃતિક રંગ તૈયાર કરવાનો દેશનો સર્વપ્રથમ પ્રકલ્પ જયપુરમાં શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી દેશભરમાં આ રંગના ઉત્પાદનકાર્યને પ્રોત્સાહન આપવામાં આવશે. ગાયનું દૂૂધ ગુણકારી છે, ગોમૂત્રમાંથી ઔષધ બને છે, ગાયના છાણમાંથી ગામડામાં છાણા થાપી ઇંધણ તરીકે ઉપયોગમાં લેવાય છે એટલું જ નહીં ગાયના છાણનો કુદરતી ખાતર તરીકે  ઉપયોગ થાય છે. આમાં હવે ગાયના છાણમાંથી રંગ બનાવવાની શરૂઆત થતા કહેવું પડે કે :

રંગ છે રંગીલા રાજસ્થાનને

રંગ શોધી આપી ભેટ હિન્દુસ્તાનને

ઉત્તર પ્રદેશમાં ગાડી બુલા રહી હૈ કે ગાદી બુલા રહી હૈ?

દિલીપકુમારને પેશાવરથી મુંબઇ પહોંચાડનાર 'ફ્રન્ટિયર મેલ' 93 વર્ષની મજલ પૂરી કરશે 2 - imageકોઇ હસીના જબ રૂઠ જાતી હૈ તો ઔર ભી હસીન હો જાતી હૈ..... સ્ટેશન સે ગાડી જબ છૂટ જાતી હૈ તો એક દો તીન  હો જાતી હૈ..... 'શોલે'ના આ  ગીતમાં સ્ટેશનથી છૂટી જતી ગાડીનો ઉલ્લેખ છે. પરંતુ અત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્ય નાથના ગામ ગોરખપુરની અને  ગોરખપુર સ્ટેશનની વાત કરવી છે. ગોરખપુર. સ્ટેશનના પ્લેટફોર્મની ગણના અત્યારે દુનિયાના સૌથી લાંબા પ્લેટફોર્મમાં થાય છે. ગોરખપુર રેલવે પ્લેટફોર્મની લંબાઇ ૧,૩૬૬.૩૩ મીટર (૪૪૮૨.૭ ફૂટ) છે. આ લાંબા પ્લેટફોર્મ ચાલીને પાર કરતા 'લાંબા' થઇ જવાય છે. ગોરખપુર સ્ટેશનેથી રોજ ૧૯૦ ટ્રેન આવ-જા કરે છે. કોઇ વિશેષ તહેવાર પ્રસંગે તો દિવસમાં લગભગ ૪૭૩ ગાડીઓનું ગોરખપુર જંકશન સંચાલન કરે છે. ગોરખપુર સ્ટેશન અને ગાડીની સાથે જ નજીક આવી રહેલી ઉત્તર પ્રદેશની ચૂંટણીને લીધે ગાદી માટેની તડામાર ધ્યાનમાં આવ્યા વગર નથી રહેતી. યોગી આદિત્યનાથ ભાજપનું જ  રાજ ટકાવવા મક્કમ ગતિએ આગળ વધી રહ્યા છે. જયારે અગાઉ યુ.પી.માં સત્તા ભોગવી પાટેથી ખડી પડેલી પાર્ટીના નેતાઓ ફરી ગાદી મેળવવા જોર અજમાવી રહ્યા છે. હજી ચૂંટણી વધુ નજીક આવે ત્યારે જોજો, ગાડી માટેની નહીં પણ ગાદી માટેની દોડધામ ઔર જોશમાં શરૂ થઇ જશે. એક ગાડીવાળુ બીજુ ગીત યાદ આવે છે ઃ ગાડી બુલા રહી હૈ..... સીટી બજા રહી હૈ..... પરંતુ અગાઉની ચૂંટણીમાં ફેંકાય ગયા પછી ગાદીથી દૂર રહી રહીને થાકેલા અને ફરી ગાદી મેગળવા અધીરા બનેલા નેતાઓ તો અત્યારથી મનોમન જીતના ઘોડાઘડીને ગાતા હશે ઃ ગાદી બુલા રહી હૈ સીટી બજા રહી  હૈ..... અરે ભાઇ આવતા વર્ષે ચૂંટણી થાય અને પરિણામ આવે ત્યારે જ ખબર પડશે કે કોને ગાદી મળશે અને કોની ગાડી  ગબડશે. એ વખતે ગાદી 

ગુમાવનારાએ ગાવાનો વખત આવશે : 'ગાદી' રૂલા રહી હૈ.....

બે વર્ષની બેબીએ બચાવ્યો માતાનો  જીવ

માતા પોતાના બાળક કે બાળકીને મોતના મુખમાંથી બચાવવા જાનની બાઝી લડાવતા અચકાતી નથી. આવા કિસ્સા અવારનાવર જાણવા મળે છે. પણ માત્ર બે વર્ષની બેબી પોતાની બેશુધ્ધ માતાને બચાવે એવું સાંભળી ઘડીભર વિશ્વાસ ન બેસે. પરંતુ આ હકિકત છે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ સ્ટેશનની. બન્યુ એવું કે ૩૦ વર્ષની એક યુવતી કાંખમાં છ મહિનાના દીકરીને કાંખમાં તેડી અને બે વર્ષની દીકરીને હાથ ઝાલી ધીરે ધીરે સ્ટેશનમાં પ્રવેશી. મુરાદાબાદ જંકશના પર કોઇ ટ્રેન આવવા જવાનો સમય નહોતો એટલે પ્લેટફોર્મ ખાલી પડયું હતું. એ વખતે કોણ જાણે શું થયું કે પેલી યુવતી બેભાન થઇને ફસડાઇ પડી. છ મહિનાનો દીકરો બાજુમાં બેઠો બેઠો ચીસો પાડી રડયા કરે. બે વર્ષની ચાલાક બેબીએ આમતેમ જોયું પણ મદદ કરે એવું કોઇ ન દેખાયું.  ત્યાં આ બાળકીની નજર પ્લેટફોર્મ દૂરના છેડે ઉભેલી આરપીઓફની મહિલાં કોન્સ્ટેબલ પર પડી. બાળકી દોડીને મહિલા કોન્સ્ટેબલનો હાથ પકડી ખેંચવા લાગી. બાળકીને બોલતા આવડતું નહોતું એટલે  તેની માતા જયાં બેહોશ થઇને પડી હતી એ દિશામાં કોન્સ્ટેબલને ખેંચવા લાગી. મહિલા કોન્સ્ટેબલે જઇને જોયું તો યુવતી બેભાનવસ્થામાં પડી હતી. તરત જ આરપીએફના જવાનોએ મહિલાને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલે પહોંચાડી અને આમ બે વર્ષની બાળકીની સમજદારીને લીધે તેની માતાનો જીવ બચી ગયો. આરપીએફ અને રેલવે કર્મચારીઓ આ બાળકીની ચાલાકી પર વારી ગયા. આ કિસ્સો સાંભળીને કહેવું પડે કે ઃ

લગ્ન વેળાએ મા-બાપ

કરે છે પુત્રીનું કન્યાદાન

પણ બે વર્ષની ઝીણકીએ

માતાને આપ્યું જીવનદાન.

દિલીપકુમારને પેશાવરથી મુંબઇ પહોંચાડનાર 'ફ્રન્ટિયર મેલ' 93 વર્ષની મજલ પૂરી કરશે 3 - imageભંગ કા રંગ જમાલો ચકાચક..... હોળીના તહેવારમાં ભાંગ પીને પછી રંગે રમવામાં આવે છે. શિવરાત્રીમાં પણ ભાંગ પીવામાં આવે છે. પણ ભાંગની ચટાકેદાર ચટણી કેટલા લોકોએ ચાખી હશે ? ઉત્તરાખંડમાં તો ભાંગની ચટણી ઘર ઘરમાં બને છે. આપણે જેમ લસણની, કોપરાની, આદુ-કોથમીરની, આમલીની કે લીલા મરચાની ચટણી બનાવીએ છીંએ એમ ઉત્તરાખંડમાં ભાંગના છોડના બીજને વાટીને એકદમ સ્વાદિસ્ટ ચટણી બનાવવામાં આવે છે. આ ચટણીની ખાસિયત એ છે કે ભાંગના ફળની જેમ આ બીજ ખાવાથી નશો નથી ચડતો. આ ચટણી ખૂબ જ આરોગ્યપ્રદ ગણાય છે, કારણ એમાં  પ્રોટીન, ફાઇબર, ઓમેગા-૩ અને ઓમેગા -૬ ફેટી એસિડ હોય છે. આ ચટણી ખાવાથી ત્વચા અને વાળમાં ચમક આવે છે, સાંધા દુખતા નથી  એટલું જ નહીં હૃદય માટે પણ પોષક છે. આમ  ઉત્તરાખંડના લોકો ભાંગના ઉપયોગ માત્ર નશા માટે નથી કરતા. ભાંગના છોડના રેસામાંથી દોરડા તૈયાર કરવામાં આવે છે. અને આરોગ્યપ્રદ ભાંગની ચટણી તો ઉત્તરાંખડના ગઢવાલ હોય કે કમાઉ પ્રદેશ હોય બધે જ ચાખવા મળે છે. ઉત્તરાંખડમાં અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી નજીક આવી રહી છે એટલે ચટણીને જરાક ચૂંટણીનો પણ રંગ આપી શકાય. ચટણી હાથે વાટવી પડે જયારે ચૂંટણીમાં એકબીજાનુ વાટવું પડે (આક્ષેપબાજી કરવી પડે), ચટણી તૈયાર કરવામાં કંઇ બહુ ખર્ચ ન થાય પરંતુ ચૂંટણીમાં તો આ દેશના કરદાતાઓના કરોડો રૂપિયાની ચટણી થઇ જાય.

પંચ-વાણી

કહેવત છે કે પહેલો સગો પાડોશી.

પણ દગાબાજ પાકિસ્તાને એના કરતૂતથી.

કહેવત ફેરવી નાખી છે : પહેલો 'દગો' પાડોેશી.


Gujarat