Get The App

મહેસાણા પાલિકાની સભા માત્ર 3 મિનિટમાં તમામ કામો મંજૂર રાખી આટોપી લેવાઈ

- બહુમતી ન હોવાછતાં ભાજપે લાખોના કામો મંજૂર કરી દીધા

- ભાજપના સભ્યો સભામાંથી બહાર નીકળી જતા કોંગ્રેસે ચિફ ઓફીસરને 15 મિનિટ ઘેરી લીધાઃ બહુમતી પુરવાર કરવા માંગ કરી

Updated: Jul 30th, 2020

GS TEAM

Google News
Google News
મહેસાણા પાલિકાની સભા માત્ર 3 મિનિટમાં તમામ કામો મંજૂર રાખી આટોપી લેવાઈ 1 - image

મહેસાણા, તા.29 જુલાઈ 2020, બુધવાર

મહેસાણા પાલિકાની સાધારણ સભામાં બહુમતી ન હોવા છતાં કારોબારીમાં મંજૂર નામંજૂર થયેલા કામો વગેરે મંજૂર કરી ભાજપ શાસિત પ્રમુખ દ્વારા માત્ર ત્રણ મિનિટમાં આટોપી દેવાતા સભાખંડમાં ભારે ગરમાવો આવી ગયો તો. તેમજ પ્રમુખ સહિત ભાજપી સભ્યો સભા છોડી જતા કોંગ્રેસી નગરસેવકોએ ચીફ ઓફિસરને રોકી બહુમતી પુરવાર કરવા જણાવ્યું હતું. સાધારણ સભામાં અન્ય કોઈ જ મુદ્દા કે ચર્ચા કરવામાં આવી ન હતી. કોંગ્રેસના સભ્યોએ ચીફ ઓફીસરને ૧૫ મિનિટ સુધી ઘેરી લઈ પ્રશ્નોની ઝડી વરસાવી હતી. અંતે પોલીસે દરમિયાનગીરી કરી ચીફ ઓફીસરને દૂર લઈ ગયા હતા.

મહેસાણાના દિનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે બુધવારના રોજ ૧૧.૦૦ કલાકે મહેસાણા નગરપાલિકાની સાધારણ સભા મળી હતી. જેમાં સૌ પ્રથમ શહેરના કોરોનાથી થયેલ મોત તથા દેશના શહીદોને બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજી આપી હતી. ત્યારબાદ પ્રમુખ નવીન પરમારની અધ્યક્ષતામાં મિટીંગ શરૃ થઈ હતી. મિટીંગની શરૃઆતમાં જ કારોબારી નામંજૂર કર્યા વગરના તમામ કામો મંજૂર રાખવા પ્રસ્તાવ કરતાં ભાપના ૧૫ સહિત અન્ય ચાર જેટલા મળી કુલ ૧૯ જેટલા સબ્યોએ આંગળી ઉંચી કરતાં તમામ કામ ોમંજૂર કરી માત્ર ત્રણ જ મિનિટમાં પ્રમુખે સભા આટોપી લેતાં પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકી, વિપક્ષ નેતા તમામે વિરોધ કરી બહુમતી પુરવાર કરવા જણાવેલ તેમ છતાં રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સરકારના ઈશારે કોઈ જ કાર્યવાહી ન કરતાં કામો મંજુર રાખવામાં આવ્યા છે.

પ્રમુખ અને ભાજપી સભ્યો સભા છોડી જતાં કોંગ્રેસના ૨૩થી વધુ નગરસેવકોએ ચીફ ઓફિસરનો ઘેરાવો કરી બહુમતી પુરવાર કરવા તેમજ અમારી પાસે બહુમતી છે. તમે મિટીંગની કાર્યવાહી કરો પરંતુ ચીફ ઓફિસરે ના મક્કમ રહ્યા હતા. મહેસાણા એરોડ્રામનો એવીએશન કંપનીનો ૬૫ લાખનો વેરો વસુવા કોઈ જ કાર્યવાહી થતી જેમાં ચીફ ઓફિસર અને પ્રમુખની મીલીભગતથી ભ્રષ્ટાચારની બુ આવી રહી છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશન માટે કરોડોની જમીન ફાળવવા મામલો તથા પોલીસ હેડ ક્વાર્ટસ વગેરેના વેરો વસુવા સામે આંખ આડા કાન થઈ રહ્યા છે. ભાજપના શાસનમાં પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. જ્યારે મોટા માથાઓને છાવરવામાં આવી રહ્યા છે.

નગરપાલિકાના કમિશ્નરને ફરિયાદ કરીશું, વિપક્ષી નેતા

કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર જયદીપ ડાભીએ જણાવ્યું હતું કે બ્લુરે એવિએશન કંપનીનો રૃા. ૬૫ લાખ જેટલો વેરો ચઢી ગયો છે. અનેકવાર રજુઆત કરવા છતાં પાલિકા દ્વારા બાકીવેરો વસૂલવા કાર્યવાહી કરવામાં આવી નથી. નિયમ હોય તો રજૂ કરો જેથી શહેરના બીજા મિલકત ધારકોને પણ વેરો ભરવામાંથી છૂટકારો મળે. વધુમાં તેમણે સાધારણ સભામાં બહુમતી ન હોવા છતાં વિકાસના કામો મંજૂર કરવામાં આવતા આ મામલે નગરપાલિકા કમિશ્નર સમક્ષ દાદ માંગવામાં આવશે.

બહુમતી સભ્યોની સંમતિથી કામો મંજૂર કરાયાઃ ચીફ ઓફિસર

મહેસાણા નગરપાલિકાની મળેલી બેઠકમાં બહુમતી સભ્યોની સંમતિથી વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા  છે. જેની નિયમો અનુસાર પ્રક્રિયા થઈ છે તેવું નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે જણાવ્યું હતું.

તમામ મંજૂર કરાયેલા કામોની જવાબદારી ચીફ ઓફીસરનીઃ પૂર્વ પ્રમુખ

પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ સભાની શરૃઆતમાં જ પાલિકા કર્મચારી, કોર્પોરેટર, સફાઈ કામદાર વગેરેને કોરોના મહામારીમાં દરેકનો વીમો લેવા જણાવ્યું હતું તેમજ ચીફ ઓફિસરને જણાવેલ કે અમારી પાસે ૨૯ કોર્પોરેટરો કારોબારીના ઠરાવોથી કામો મંજૂર કરો તેમ તમામ કામો નામંજૂર મંજુર રાકવા તેમજ તમામ જવાબદારી ચીફ ઓફીસરની રહેશે તેવો આક્ષેપ કર્યો હતો અને તમામ મંજૂર કામોનો અમો વિરોધ કરીએ છીએ.

આ તો કારોબારી ઉપર તરાપ છેઃ કોંગ્રેસ

પાલિકાના કોંગી કોર્પોરેટર અમીત પટેલે જણાવ્યું હતું કે ૨૫-૧૦-૧૯ની ભાજપની કારોબારીએ જ ઠરાવ કરેલ છે. તમામ કામો કારોબારીમાં મંજુર થયા બાદ સાધારણ સભામાં મંજુર કરવા તેમ છતાં તાજેતરની કારોબારીમાં ચાર જેટલા કામોમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા કામો મંજુર કર્યા ન હતા. છતાં આજની સાધારણ સભામાં તમામ કામો મંજૂર કરી કારોબારીની સભા ઉપર તરાપ મારી લોકશાહીન મુલ્યોનું હનન થયું છે.

Tags :