Get The App

માણસાના યુવાન અને બોરીસણાના વૃધ્ધનું કોરોનાથી મોત

- ગાંધીનગર અને કલોલ તાલુકામાં 9-9, પાટનગરમાં 8, માણસામાં 6 જ્યારે દહેગામના નાંદોલમાં 1 મળી કોરોનાના કુલ 33 નવા કેસ

Updated: Jul 18th, 2020

GS TEAM

Google News
Google News
માણસાના યુવાન અને બોરીસણાના વૃધ્ધનું કોરોનાથી મોત 1 - image


ગાંધીનગર, તા. 18 જુલાઇ 2020, શનિવાર

કોરોનાનો અજગરી ભરડો દિવસે અને દિવસે વધુ કસાતો જાય છે. શહેર અને જિલ્લાના નગરજનો દિવસે અને દિવસે કોરોનામાં સપડાઇ રહ્યાં છે એટલું જ નહીં કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓના મૃત્યુનો આંકડો પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ગાંધીનગર સિવિલમાં આજે વધુ બે પોઝિટિવ દર્દીના મોત થયાં હોવાનું સામે આવી રહ્યું છે. કલોલના બોરીસણામાં રહેતા ૬૮ વર્ષિય વૃદ્ધ જ્યારે માણસાના ૪૦ વર્ષિય કોરોના પોઝિટિવ યુવાનનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત આજે પાટનગરમાં વધુ આઠ સહિત કુલ ૩૩ પોઝિટિવ દર્દીઓ નોંધાયાં છે. 

ગાંધીનગર શહેરી વિસ્તારમાં એટલે કે પાટનગરમાં આજે આઠ પોઝિટિવ દર્દીઓ સામે આવ્યાં છે. સેક્ટર-૧માં અગાઉ પોઝિટિવ દર્દી આવ્યો હતો તેના સંપર્કથી ૫૬ વર્ષિય પુરુષ કોરોના સંક્રમિત થયો છે. તેને એપોલો હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સેક્ટર-૨/બીમાં રહેતી ૩૨ વર્ષિય ગૃહિણી પોઝિટિવ આવી છે. જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેના ઘરના છ સભ્યોને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. ભાટ ખાતે આવેલા પ્લાઝમા રીસર્ચ સેન્ટરમાં ડ્રાફ્ટમેન તરીકે ફરજ નિભાવતા ૫૭ વર્ષિય પુરુષનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અમદાવાદની કંપનીમાં નોકરી કરતો ૩૮ વર્ષિય યુવાન પણ કોરોનામાં સપડાયો છે. જેને હોમ આઇસોલેશનનો વિકલ્પ પસંદ કર્યો છે. ગાંધીનગર પોલીસમાં એસઓજીમાં ફરજ નિભવતો ૩૨ વર્ષિય જવાન કોરોનામાં સપડાયો છે જેની સારવાર ગાંધીનગર સિવિલમાં ચાલી રહી છે જ્યારે ઘરના ચાર સભ્યોને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. સૌથી ગીચ વસ્તી ધરાવતાં સેક્ટર-૨૪માંથી વધુ એક પોઝિટિવ દર્દી મળી આવ્યો છે. પપ વર્ષિય પુરુષ સંક્રમિત થયો છે. જેને ઘરે રાખીને સારવાર આપવામાં આવી રહી છે. સેક્ટર-૨૭પમાંથી ૮૬ વર્ષિય વૃદ્ધ કોરોનામાં સપડાયાં છે જેમની સારવાર ગાંધીનગર સિવિલમાં કરવામાં આવી રહી છે જ્યારે ઘરના ચાર સભ્યોને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જીઇબીમાંથી આજે પણ એક પોઝિટિવ દર્દી સામે આવ્યો છે. પ૦ વર્ષિય મહિલા કોરોનામાં સપડાઇ છે. જેને હોમ આઇસોલેશનનો વિકલ્પ પસંદ કર્યો છે.

ગાંધીનગર તાલુકામાં આવેલા કુડાસણમાં ત્રણ સહિત કુલ નવ પોઝિટિવ દર્દીઓ નોંધાયાં છે. કુડાસણમાં રહેતી ૨૧ વર્ષિય વિદ્યાર્થીની પોઝિટિવ આવી છે. જ્યારે અમદાવાદમાં ઉચ્ચકક્ષાએ ફરજ નિભાવતા ૪૧ વર્ષિય મહિલા સરકારી અધિકારી તથા કુડાસણમાં રહેતા અને છત્રાલ ખાતે આવેલી બેન્કમાં ફરજ નિભાવતાં ૪૮ વર્ષિય કર્મચારી કોરોનામાં પટકાયાં છે. આ ઉપરાંત વાવોલમાં રહેતો ૪૬ વર્ષિય યુવાન સંક્રમિત થયો છે. ભાટમાં રહેતાં ૫૪ વર્ષિય પુરુષ કે જે પોતાની દુકાન ધરાવે છે. તેમનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શિહોલી મોટી રહેતો ૨૮ વર્ષિય યુવા સરકારી કર્મચારી કોરોનામાં પટકાયો છે. જાખોરામાં રહેતી ૨૮ વર્ષિય ગૃહિણી કોરોનામાં પટકાઇ છે.  જ્યારે ઉનાવામાં રહેતી ૪૦ વર્ષિય સ્ટાફ નર્સ તથા શાહપુરમાં રહેતા ૭૮ વર્ષિય વૃદ્ધનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

દહેગામના નાંદોલમાં રહેતો ૪૫ વર્ષિય યુવાન કોરોનાથી સંક્રમિત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેની સારવાર ચાલી રહી છે. 

માણસામાંથી આજે ચિંતાજનક રીતે છ પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યાં છે. ચરાડામાં રહેતા ૬૦ વર્ષિય ખેડૂત સંક્રમિત થયા છે. જ્યારે માણસાના લોદરામાંથી ૭૦ વર્ષિય વૃધ્ધા પણ કોરોનામાં પટકાઇ છે.  આજોલમાંથી પણ ૭૨ વર્ષિય વૃધ્ધા સંક્રમિત થઇ હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે માણસામાં રહેતી ૨૫ વર્ષિય સરકારી મહિલા કર્મચારી અને ૩૫ વર્ષિય પુરૂષ સરકારી કર્મચારી કોરોનામાં પટકાયાં છે.  તો ૬૯ વર્ષિય માણસામાં રહેેતી વૃધ્ધા પણ કોરોનામાં સપડાઇ છે.

કલોલમાંથી વધુ નવ પોઝિટિવ દર્દી પ્રકાશમાં આવી રહ્યાં છે. મુબારકપુરમાં રહેતો યુવાન કોરોનાથી સંક્રમિત થયો છે. આ યુવાન ડ્રાઇવીંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ડીંગુચામાં રહેતો અને ખાનગી નોકરી કરતો  ૪૯ વર્ષિય યુવાનનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કલોલમાં રહેતો ૩૮ વર્ષિય યુવાન ખાનગી કંપનીમાં નોકરી કરે છે તે પણ સંક્રમિત થયો છે. આ ઉપરાંત સરકાર પટેલ સોસા. વિ.૧માં રહેતો યુવાન, પલસાણાની ૬૫ વર્ષિય વૃધ્ધા, સઇજ પંચામૃત સોસાયટીનો ૩૬ વર્ષિય યુવાન, બોરીસણાના ૭૦ વર્ષિય વૃધ્ધ, અપૂર્વ બંગ્લોઝમાં રહેતો ૪૭ વર્ષિય યુવાન તથા નારદીપુરનો ૪૬ વર્ષિય યુવાનનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ક્રમ ઉંમર પુ./સ્ત્રી વિસ્તાર

૫૬ પુરુષ સેક્ટર-૧

૩૨ સ્ત્રી  સેક્ટર-૨/બી

૫૭ પુરુષ સેક્ટર-૫/સી

૩૨ પુરુષ સેક્ટર-૭/સી

૩૮ પુરુષ સેક્ટર-૭

પપ પુરુષ સેક્ટર-૨૪

૮૬ પુરુષ સેક્ટર-૨૭

૫૦ સ્ત્રી જીઇબી કોલોની

૨૧ સ્ત્રી કુડાસણ

૧૦ ૪૧ સ્ત્રી કુડાસણ

૧૧ ૪૮ પુરુષ કુડાસણ

૧૨ ૪૬ પુરુષ વાવોલ

૧૩ ૫૪ પુરુષ ભાટ

૧૪ ૨૮ પુરુષ શિહોલી મોટી

૧૫ ૨૮ સ્ત્રી જાખોરા

૧૬ ૭૮ પુરુષ શાહપુર

૧૭ ૪૦ સ્ત્રી ઉનાવા

૧૮ ૪૫ પુરુષ નાંદોલ,દહેગામ

૧૯ ૬૦ પુરુષ ચરાડા,માણસા

૨૦ ૭૦ સ્ત્રી   લોદરા

૨૧ ૭૨ સ્ત્રી    આજોલ

૨૨ ૬૯ સ્ત્રી    માણસા

૨૩ ૨૫ સ્ત્રી     માણસા

૨૪ ૩૫ પુરુષ     માણસા

૨૫ ૪૫ પુરુષ     દંતાણીવાસ મુબારકપુરા

૨૬ ૪૯ પુરુષ      નાગરવાસ ડિંગુચા

૨૭ ૩૮ પુરુષ       કલોલ

૨૮ ૩૬ પુરુષ સરદાર પટેલ  સોસા. વિ.૧

૨૯ ૬૫ સ્ત્રી         પલસાણા

૩૦ ૩૬ પુરુષ પંચામૃત સોસા. સઇજ

૩૧ ૭૦ પુરુષ ગુરુકૃપા સોસા. બોરીસણા

૩૨ ૪૭ પુરુષ અપૂર્વ બંગ્લોઝ

૩૩ ૪૬ પુરુષ મેડાવાસ નારદીપુર

Tags :