કડીના ધારાસભ્યનો મોબાઈલ તફડાવતા ટાબરીયા
- સમયસૂચકતા વાપરી લોકોએ પકડી લીધા
- ભાજપના ધારાસભ્યએ ફરિયાદ ન આપતાં પોલીસની મુંઝવણ
મહેસાણા,તા.27 જૂન 2020, શનિવાર
કડીના ભાગ્યોદય હોસ્પિટલ નજીક ચર્ચામાં વ્યસ્ત ભાજપના સ્થાનિક ધારાસભ્યની નજર ચુકવીને ત્રણ અજાણ્યા લબરમુછીયા ટાબરીયાઓએ તેમના ખિસ્સામાંથી મોબાઈલની તફડંચી કરી લીધી હતી. જોકે આસપાસના લોકોએ સમયસૂચકતા વાપરી ત્રણેય કિશોરોને પકડી લઈ પોલીસને સુપરત કર્યા હતા.
આ ઘટના અંગે કડીના ધારાસભ્ય કરશન સોલંકીએ જણાવ્યું હતું કે ગાંધીનગર જવા માટે ભાગ્યોદય ચોકડી નજીક બસની વાટ જોઈ રહ્યો હતો. તે વખતે ગામના એક વ્યક્તિ સાથે દાખલા કઢાવવાના મુદ્દે ચર્ચા કરી રહ્યો હતો. ત્યારે મારા ખિસ્સામાં પડેલુ મોબાઈલ નીકળી જતાં મને અહેસાસ થયો હતો. આસપાસ જોતા મારૃ મોબાઈલ એક ટાબરીયો લઈને જતો હોવાનું જણાતા લોકોએ ત્રણ કિશોરોને મોબાઈલ સાથે પકડી લીધા હતા. અને પોલીસને સોંપીદીધા છે. જોકે કડીના ધારાસભ્ય દ્વારા આ અંગે ફરિયાદ નોંધાવવામાં ન આવી હોવાનું પીએસઆઈ વાળાએ જણાવ્યું હતું.