સરગાસણની વસાહતમાં યુવાનનો ગળે ફાંસો ખાઈ લઈને આપઘાત
ગાંધીનગર, તા. 16 જૂન, મંગળવાર
ગાંધીનગર શહેર નજીક આવેલા સરગાસણના વાસણા હડમતીયામાં આવેલી શ્રીરંગ પાર્ક સોસાયટીમાં રહેતા અને અભ્યાસ કરતાં ર૧ વર્ષીય યુવાન સાર્થક નટવરભાઈ પ્રજાપતિએ ગઈકાલે રાત્રીના સમયે પોતાના રૃમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના અંગે પરિવારજનોને જાણ થતાં તેમના માથે આભ ફાટી પડયું હતું. સે-૭ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધી યુવાનના આપઘાતનું કારણ જાણવા તપાસ શરૃ કરી છે.