Get The App

છાલા પાસે કારમાં અને કોદરાલીના ચરામાં સંતાડાયેલો વિદેશી દારૂ જપ્ત

- જિલ્લામાં દારૂની હેરાફેરી વધી

- ચંદ્રાલા પાસે બુટલેગરોએ કાર ભગાડતાં પોલીસે પીછો કરી ઝડપી લીધાઃ કુલ 3 લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત

Updated: Jun 12th, 2020

GS TEAM

Google News
Google News
છાલા પાસે કારમાં અને કોદરાલીના ચરામાં સંતાડાયેલો વિદેશી દારૂ જપ્ત 1 - image



ગાંધીનગર, તા. 12 જુન 2020, શુક્રવાર

ગાંધીનગર જિલ્લામાં લોકડાઉન ખુલતાંની સાથે જ બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી વધારી દેવામાં આવી છે ત્યારે ચિલોડા પોલીસે ચંદ્રાલા પાસેથી ફીલ્મી ઢબે કારનો પીછો કરીને છાલા પાસેથી કારમાં સવાર બે શખ્સોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડયા હતા જયારે દહેગામ પોલીસે પણ કોદરાલીના ચતુરપુરાના ચરામાં સંતાડાયેલો વિદેશી દારૂનો જથ્થો પકડી એકને ઝડપી લીધો છે. તો બન્ને ગુનામાં કુલ ત્રણ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.    

લોકડાઉન ખુલતાં હવે વાહન વ્યવહાર પૂર્વવત થઈ ગયો છે ત્યારે વિદેશી દારૂ ભરીને જતાં વાહનોની હેરફેર પણ વધી ગઈ છે. ત્યારે જિલ્લામાં આવા વાહનોને પકડવા પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી છે જેના અનુસંધાને ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહનચેકીંગમાં હતી ત્યારે હિંમતનગર તરફથી આવતી કાર નં.જીજે-૦૧-એફટી-૦૩૭૬ને ઉભી રાખવા ઈશારો કર્યો હતો પરંતુ આ કાર ચાલકે ગાડી ભગાડી મુકતાં પોલીસે ફીલ્મી ઢબે તેનો પીછો કરીને છાલા પાસે કારને ઝડપી લીધી હતી. જેમાં સવાર અમદાવાદના પ્રણવ કમલેશભાઈ શર્મા અને મહેન્દ્ર ભરતભાઈ પંચાલને ઝડપી પાડયા હતા. પોલીસે કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૃની ૪૩ બોટલ કબ્જે કરીને કુલ ર.૪ર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો બીજી બાજુ દહેગામ તાલુકાના કોદરાલીના ચતુરપુરા ખાતે ચરામાં વિદેશી દારૃનો જથ્થો સંતાડયો હોવાની બાતમીના પગલે દહેગામ પોલીસે દરોડો પાડયો હતો અને ડાહયાજી શંભુજી સોલંકીને ત્યાંથી વિદેશી દારૃની ૯૬ બોટલ  કબ્જે કરી હતી. આ દારૃ કયાંથી લવાયો હતો અને કોને કોને આપવાનો હતો તે જાણવા માટે પોલીસે મથામણ શરૃ કરી છે.


Tags :