Get The App

સે-7ના વૃધ્ધનું મોતઃસિવિલના સર્જન સહિત પાટનગરમાંથી વધુ ૧૨ કેસ

- સેક્ટર-2, સે-5 અને સે-25માં રહેતું દંપતી કોરોનામાં પટકાયું

Updated: Jul 30th, 2020

GS TEAM

Google News
Google News
સે-7ના વૃધ્ધનું મોતઃસિવિલના સર્જન સહિત પાટનગરમાંથી વધુ ૧૨ કેસ 1 - image


ગાંધીનગર, તા. 30 જુલાઇ 2020, ગુરુવાર

ગાંધીનગર શહેરી વિસ્તારમાં કોરોનાના કેસ રોકેટગતિએ વધી રહ્યાં છે. તો સામે મુત્યુઆંક પણ ચિંતાજનક રીતે વધ્યો છે. સેક્ટર-૭-સીમાં રહેતા ૬૨ વર્ષિય વૃદ્ધને તા.૨૩ જુલાઇના રોજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અહીં સારવાર દરમિયાન ગઇકાલે રાત્રે મોત નિપજ્યું હતું. આ ઉપરાંત ગાંધીનગરના સે-રમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં સર્જન ડોક્ટર તરીકે ફરજ બજાવતાં યુવાન ડોક્ટર અને તેમની પત્નિ કોરોનામાં પટકાયાં છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં ૪૫ વર્ષિય સર્જન ડો.જયદિપ ગઢવીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત તેમની ૪૫ વર્ષિય પત્નિ પણ કોરોનામાં સપડાઇ છે. સેક્ટર-રમાં રહેતાં આ બંને પોઝિટિવ દર્દીને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. સેક્ટર-૧માં રહેતાં ૫૨વર્ષિય આડેધ કોરોનામાં પટકાયા છે. જેમને હોમ આઇસોલેશનનો વિકલ્પ પસંદ કર્યો છે. આ ઉપરાંત સેક્ટર-ર/સીમાં રહેતી ૫૬ વર્ષિય મહિલાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેણીના ઘરના પાંચ સભ્યોને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. સેક્ટર-૫માં રહેતાં અને છાલાની સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં પતિ-પત્નિ કોરોનામાં પટકાયા છે. ૫૪ વર્ષિય પતિ અને ૫૨ વર્ષિય પત્નિનો રીપોર્ટ પોઝિટિવ આવતાં આ દંપતિને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યું છે. કુડાસણ ખાતે આવેલી આઇસીઆઇસીઆઇ બેન્કમાં કલાર્ક તરીકે ફરજ નિભાવતી રર વર્ષિય મહિલા કર્મચારી કોરોનામાં પટકાઇ છે. આ યુવતિ હોમ આઇસોલેશનનો વિકલ્પ પસંદ કર્યો છે અને સેક્ટર-૮માં આવેલા તેના નિવાસસ્થાને તેણી આઇસોલેટ થઇ છે. સેક્ટર-૧૭માં રહેતી ૫૦ વર્ષિય મહિલાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મહિલાના ઘરના ત્રણ સભ્યોને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે પોઝિટિવ મહિલાને સારવાર અર્થે ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવી છે. સેક્ટર-૨૫માં રહેતા અને સેક્ટર-૧૫માં કરીયાણાની દુકાન ધરાવતો ૩૨ વર્ષિય યુવાન અને તેની ૨૮ વર્ષિય પત્નિ બંનેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સેક્ટર-૧૦માં આવેલી માનવ અધિકાર આયોગમાં ફરજ  નિભાવતા ૩૯ વર્ષિય સેક્ટર-૨૭માં રહેતા કલાર્ક કોરોનામાં પટકાયા છે. તેમના ઘરના ચાર સભ્યોને કવોરેન્ટાઇન કરાયાં છે. અમદાવાદના કઠલાલમાં વિદ્યુત સહાયક તરીકે સેવા આપતો અને ગાંધીનગર જીઇબી કોલોનીમાં રહેતો યુવા કર્મચારી પોઝિટિવ આવ્યો છે. જેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.

ક્રમ

ઉંમર

પુ./સ્ત્રી

વિસ્તાર

૫૨

પુરુષ

સેક્ટર-૧

૪૫

પુરુષ

સેક્ટર-ર

૪૫

સ્ત્રી

સેક્ટર-ર

૫૬

સ્ત્રી

સેક્ટર-૨/સી

૫૪

પુરુષ

સેક્ટર-૫

૫૨

સ્ત્રી

સેક્ટર-૫

૨૨

સ્ત્રી

સેક્ટર-૮

૫૦

સ્ત્રી

સેક્ટર-૧૭

૩૨

પુરુષ

સેક્ટર-૨૫

૧૦

૨૮

સ્ત્રી

સેક્ટર-૨૫

૧૧

૩૯

પુરુષ

સેક્ટર-૨૭

૧૨

૨૪

પુરુષ

જીઇબી

Tags :