મહેસાણા પાલિકાના મુકાદમ સામે બે કોંગી નગર સેવકો, વિરોધ પક્ષના નેતાની રાવ
- કોરોના વાઇરસ મહામારીમાં સાફઇ કામગીરીમાં અસંતોષ
- પાલિકામાં સમાવેશ ન હોય તેવા માર્ગોની સફાઇ કરે છે તેવો આક્ષેપઃ સફાઇ કામદારો નગરસેવકો સામે અણછાજતું વર્તન
મહેસાણા તા. 26 મે 2020,
મંગળવાર
મહેસાણા નાગરપાલિકા મુકાદમ કોરોના રોગની મહામારીમાં
સંતોષકારક કામગીરી કરતા નથી તેમજ સફાઇ કર્મચારીઓ જોડે અણછાજતું વર્તન કરી રહ્યા
છે. પાલિકામાં સમાવિષ્ટ નથી તેવા માર્ગોની સફાઇ કરાવી પાલિકાને નુકસાન કરાવી રહ્યા
હોવાની રાડ સાથે બે કોગ્રેસી સદસ્યો તથા વિરોષ પક્ષના નેતાએ આ મુકાદમ સામે
શિક્ષાત્મક કાર્યવાહી કરવા લેખિત રજુઆત કરવામાં આવી છે.
મહેસાણા નગરપાલિકામાં મુકાદમ તરીકે હરેશભાઇ બારોટ
કામગીરી કરી રહ્યા છે. હાલની કોરોના મહામારીના રોગમાં સંતોષકારક કામગીરી કરતા નથી
તેમજ નગર સેવકો પ્રત્યે પણ તુમાખી ભર્યું વર્તન કરતા હોવાથી તેમની સામે વોર્ડ
નં.૨ના નગર સેવિકા રૃકશાના બાનુ એમ સિપાઇએ પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી છે.
જેમાં વોર્ડ નં.૨માં ડોર ટુ ડોર સફાઇની કામગીરી કરતા નથી તેમજ એન.જી.હાઇસ્કુલ
વિસનગર રોડ નગરપાલિકામાં આવતો ન હોવા છતાં આ રોડની સફાઇ કરે છે. જ્યારે પાલિકા
હસ્તકના જય બંગલોઝની આગળ આશીર્વાદ સોસાયટીનો મુખ્ય રસ્તો, બિલાડી
બાગની પાછળ ખુશ્બ ફેલેટ, તાવડીયા રોડની સોસાયટીના મુખ્ય માર્ગો, જગજીવન
સોસાયટી, શિરડી પાર્ક, વીષ્ણુકુજના માર્ગોની સફાઇ કરાવતા નથી. તેમજ મનસ્વી
રીતે કામગીરી કરી રહ્યા છે. અસહ્ય વેરો ભરતી પ્રજાને હેરાન કરી રહ્યા છે. અને
પાલિકાને નુકશાન કરી રહ્યા છે. તેજ રીતે વોર્ડ નં.૨ના શારદાબેન પરમારે પણ આ મુકાદમ
સામે બળાપો ઠાલવી ચીફ ઓફીસર મહેસાણા કારોબારી અધ્યક્ષને રજુઆત કરી છે. તેઓની સામે
તાત્કાલિક કાર્યવાહી કરી તપાસ પુરી ન થાય ત્યાં સુધી ફરજ પરથી હટાવી તપાસ કરવામાંગ
કરી છે.
આ મામલે વિરોધપક્ષના નેતા કોગ્રેસના જયદિપ સિંહ
ડાભીએ પણ આ મુકાદમની કોરોના મહામારીમાં સંતોષકારક કામગીરી કરતા ન હોવાથી તેમજ નગર
સેવકો અને સફાઇકામદારો સાથે અણછાજતું વર્તન કરતા હોવાઇ તાત્કાલિક ફરજ પરથી હટાવી
કાર્યવાહી કરવા જણાવ્યું છે.
ભાજપના બે નગરસેવકોના ઘરે સફાઇ કામગીરી!
મહેસાણા નગરપાલિકામાં ભાજપના બે નગરસેવકોના ઘરે સફાઇ
કામદારો આખો દિવસ રહી સફાઇ કરાવી આપે છે. તેવું ચર્ચાઇ રહ્યુું છે. જો હકીકત અન્ય
હોય તો પગાર પાલિકાનો લેવાનો અને કામગીરી નગર સેવકોના ઘરે થતી હોય તો પછી પ્રજાના
કામો તો થવાના જ નથી.