Get The App

મહેસાણા જિલ્લાની 6 સહકારી બેંકોની ચૂંટણી ન યોજવા આદેશ

- કોરોના ઇફેકટઃ લોકોના સ્વાસ્થ્યના હિતમાં કલેકટરનો નિર્ણય

- ઉંઝા, લાખવડ, ખેરાલુ, મહેસાણા, ગોઝારીયા નાગરીક બેંક અને ઉંઝા માર્કેટયાર્ડ કોમર્શિયલ બેંકની અરજી નામંજુર

Updated: Jul 19th, 2020

GS TEAM

Google News
Google News
મહેસાણા જિલ્લાની 6 સહકારી બેંકોની ચૂંટણી ન યોજવા આદેશ 1 - image

મહેસાણા તા.18 જુલાઈ 2020, શનિવાર

મહેસાણા જિલ્લામાં કાર્યરત ૬ સહકારી બેંકોની બોર્ડ ઓફ ડીરેક્ટર્સની ચૂંટણી પ્રક્રિયાને કોરોનાનો ગ્રહણ નડયું છે. બોર્ડની ટર્મ પુર્ણ થતી હોય ચૂંટણી યોજવા કરવામાં આવેલી અરજી મહેસાણાના કલેકટર દ્વારા નામંજુર કરવામાં આવી છે. જેમાં ઉંઝા, લાખવડ, ખેરાલુ, મહેસાણા અને ગોઝારીયા નાગરીક સહકારી બેંક તેમજ ઉંઝા માર્કેટયાર્ડ કોમર્શિય કો.ઓ.બેંકનો સમાવેશ થાય છે. 

હાલ કોરોના મહામારીના સમયગાળામાં સહકારી સંસ્થાઓની સામાન્ય ચૂંટણી યોજવા માટે કલેકટરની પૂર્વ મંજુરી મેળવવી અનિવાર્ય બની છે. ત્યારે મહેસાણા જિલ્લામાં આવેલ લાખવડ, ઉંઝા, ગોઝારીયા, ખેરાલુ અને મહેસાણા નાગરીક સહકારી બેન્કો તેમજ ઉંઝા માર્કેટયાર્ડ કોમર્શિલ બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સની ટર્મ પૂર્ણ થતી હોવાથી તેની ચૂંટણી પ્રક્રિયા માટે જેને બેંકના મેનેજર દ્વારા મહેસાણાના કલેકટર એચ.કે.પટેલ સમક્ષ મંજુરી માંગવામાં આવી હતી. પરંતુ તેમણે કોરોના સંક્રમણ નિયંત્રણ માટે સોશિયલ ડીસ્ટન્સીંગ, નર્મલ સ્ક્રીનીંગ, સેનેટાઇઝેશન ઉપરાંત મતદાન પ્રક્રિયા કેવી રીતે થશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી ન હોવાથી મતદારોના સ્વાસ્થયના હિતમાં મંજુરી આપવામાં આવી નથી. 

કઇ બેંકની ચૂંટણી મોકુફ રહી

ધી મહેસાણા નાગરીક સહકારી બેંક

ધી ખેરાલુ નાગરીક સહકારી બેંક

ધી ગોઝારીયા નાગરીક સહકારી બેંક

ઊંઝા નાગરીક સહકારી બેંક 

ધી લાખવડ નાગરીક સહકારી બેંક

ઊંઝા માર્કેટયાર્ડ કોમર્શિય કો.ઓ.બેંક

સહકારી બેંકોના કુલ મતદારો

ખેરાલુ બેંક - ૬૦૭૧ મતદાર

મહેસાણા બેંક - ૧૪૫૨૪ મતદાર

ઊંઝા નાગરીક - ૨૬૭૯૯ મતદાર

લાખવડ બેંક - ૧૨૧૨ મતદાર

ઊંઝા કોમર્શિયલ - ૧૯૩૦૧ મતદાર

ગોઝારીયા બેંક - ૧૩૭૪૭ મતદાર

Tags :