કલોલમાંથી વધુ એક જુગારધામ પકડાયું : 11 જુગારી ઝડપાઇ ગયા
કલોલ, તા. 27 જૂન 2020, શનિવાર
કલોલમાં આવેલી અહેમદી પાર્ક સોસાયટીના મકાન નંબર સી/૬ માં કોઇન સિસ્ટમથી મોટું જુગારધામ ચલાવાતું હોવાની બાતમીને આધારે કલોલ શહેર પોલીસે ગઇકાલે સાંજે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા જાવેદ મહમદભાઇ મલેક રહે.મટવાકૂવા ધોરિવાસ, સરવર ખા ઉર્ફે શરૂખા હુસેનખા પઠાણ રહે.રાજપુર કડી, રજબ મિયા રહિમમિયા કુરેશી રહે.રિલીફ સોસાયટી રાજપુર કડી જગદીશ જયંતિભાઇ પટેલ રહે.કોલવડા, કેતન અરવિંદભાઇ શેઠ રહે. શેઠવાસ કલોલ, ગનીભાઇ જીવણલાલ કલાલ રહે.કડી.લાલુમિયા મોટુમિયા કુરેશી રહે.રાજપુર, દશરથ ગાભાભાઇ રાવળ રહે.ઉવારસદ, કિશોર જીવરામભાઇ પટેલ રહે.સરગાસણ, ગુલામ હુસેન ઉમરભાઇ શેખ રહે.રાજપુર, ઇબ્રાહિમ મિયા અબ્દુલ મિયા કુરેશી રહે.રાજપુરને રંગેહાથે ઝડપી લીધા હતા. જો કે મુખ્ય સુત્રધાર અબ્દુલ કાદીર મયુદ્દીનભાઇ મલેક ભાગી છૂટયો હતો. જાવેદ મલેક અબ્દુલ કાદીરના મકાનમાં બહારથી માણસોને બોલાવીને મોટું જુગારધામ ચલાવતો હતો. પોલીસે સ્થળ પરથી ૧૩૫ કોઇન તથા ૩૫,૯૨૦ ની રોકડ અને ૧૦ નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૭૭,૪૨૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ફરાર આરોપીની ધરપકડ માટે દોડધામ શરૂ કરી છે.