મા બહુચરના આદ્યસ્થાનક શંખલપુર ખાતે પવિત્ર નવરાત્રીના આરંભે ઘટસ્થાપન કરાઈ વિધિ

અમદાવાદ,તા. 26 સપ્ટેમ્બર 2022, સોમવાર 

પિતૃપક્ષ બાદ શારદીય નવરાત્રીનો શુભારંભ થયો છે. શારદીય નવરાત્રિમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ઘર્મમાં શક્તિ પૂજાનું વિશેષ મહત્વ છે ત્યારે નવરાત્રીમાં નવદુ્ર્ગાની આરાધના કરવા માટે અને અનુષ્ઠાન માટે ઘટ સ્થાપન કરવામાં આવે છે.  

નવરાત્રિના આરંભે ચુંવાળની ધરા પર કહેર મચાવનાર, ઋષિ-મુનિઓની પજવણી કરનાર શંખાસુર નામના મહારાક્ષસને હણનારી મા બહુચરનાં જ્યાં બેસણાં છે તે બહુચરાજીના શંખલપુર સ્થિત આદ્ય સ્થાનકમાં સવારે બ્રહ્મમુહૂર્તમાં ભૂદેવોના પવિત્ર મંત્રોચ્ચારણ વચ્ચે માના ચરણોમાં ઘટસ્થાપન કરવામાં આવ્યુ હતુ. 

ઘટ સ્થાપન વિધિનો લાભ ટોડા ટ્રસ્ટના ચેરમેન કાળીદાસ પટેલ અને તેમનાં ધર્મપત્ની મંજુલાબેન પટેલે પણ લીધો હતો. નવરાત્રીને લઈ સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી રોશનીથી તેમજ મંદિરના ગર્ભગૃહને ફૂલોથી આકર્ષક શણગાર કરવામાં આવ્યો છે. 

નવરાત્રિના પ્રથમ દિવસે ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ મા બહુચરના દર્શન કરી ધન્ય બન્યા હતા. અહીં દર્શનાર્થે પધારેલા ભક્તો માટે શંખલપુર ટોડા ટ્રસ્ટ દ્વારા નાસ્તો તેમજ ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

City News

Sports

RECENT NEWS