Get The App

સઈજમાંથી 606 લીટર દેશી દારૂ સહિત 14 હજારનો મુદ્દામાલ કબ્જે

- સ્ટેટ મોનીટરીંગ સેલના બે સ્થળે દરોડા

- ખોરજાપરામાં ૯૮૬ લી. દેશી દારૂ સહિત ૩૪ હજારનો મુદ્દામાલ કબ્જે

Updated: Jul 10th, 2020

GS TEAM

Google News
Google News
સઈજમાંથી 606 લીટર દેશી દારૂ સહિત 14 હજારનો મુદ્દામાલ કબ્જે 1 - image


કલોલ, તા. 10 જુલાઇ 2020, શુક્રવાર

સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે ગઈકાલે સઈજ અને ખોરજાપરામાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા કરી કુલ ૧૫૯૨ લીટર દેશી દારૂનો જથ્થો પકડી પાડયો હતો તેમજ વોશનો સ્થળ ઉપર નાશ કર્યો હતો. બંને દરોડામાં એક આરોપી ઝડપાઈ ગયો હતો જયારે ત્રણ આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

સઈજ ગામમાં રહેતા લીલાબેન રમણજી ઠાકોરના ઘર આગળ દેશી દારૂની મોટી ભઠ્ઠી ચાલતી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો કર્યો હતો. જેમાં ૬૦૬ લીટર દેશી દારૂ કિંમત રૂા.૧૨૧૨૦ તથા દસ નંગ કેરબા, એલ્યુમિનિયમના ચાર ડબ્બા અને મોબાઈલ ફોન મળી કુલ ૧૪૮૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. દેશી દારૂ ગાળવાનો વોશનો પોલીસે સ્થળ ઉપર જ નાશ કર્યો હતો. આ દરોડામાં પોલીસે ધરમસિંગ ગોવંદભાઈ ચાવડા રહે.રાણીપ અમદાવાદની ધરપકડ કરી હતી. જો કે લીલાબેન રમણજી ઠાકોર રહે.લક્ષ્મીપુરા સઈજ અને સુનિલ અશોક જાડેજા રહે.કાળીગામ સાબરમતી ભાગી છુટયા હતા. અહીંથી અમદાવાદ દેશી દારૂનો જથ્થો પહોંચતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જયારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ખોરજાપરામાં પણ દરોડો કર્યો હતો. જેમાં દેશી દારૂની ભઠ્ઠી પરથી ૯૮૬ લીટર દેશી દારૂ કિંમત રૂા.૧૯૭૨૦નો જથ્થો તથા ૭૨૮૫ લીટર દેશી દારૂ ગાળવાનો વોશ અને એલ્યુમીનીયમના ર૬ ડબ્બા મળી કુલ ૩૪૮૧૦નો મુદ્દામાલ કબ્જે લઈ પોલીસે વોશનો નાશ કર્યો હતો જો કે બુટલેગર મંગાજી અમાજી ઠાકોર ભાગી છુટયો હતો. ઉલ્લેખનીય છે કે સઈજ અને ખોરજાપરામાંથી દેશી દારૂનો મોટો જથ્થો અમદાવાદ તથા આસપાસના ગામડાઓમાં સપ્લાય કરવામાં આવતો હોય છે ત્યારે વિજિલન્સના આ દરોડા બાદ દેશી દારૂના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 

Tags :