મહેસાણા,વિસનગર-1 , કડીમાં 2 નવા કોરોના કેસ સામે આવ્યા
- જિલ્લામાં 184 કોરોના કેસ પૈકી 121 દર્દીઓ સાજા થયા
- 2586 સેમ્પલમાંથી 2410ના રીપોર્ટ નેગેટીંવઃ49 દર્દીઓ સારવાર હેઠળ
મહેસાણા તા.15 જૂન 2020, સોમવાર
મહેસાણા જિલ્લામાં લોકલ ટ્રાન્સમીશન વધવાના કારણે સોમવારે વધુ કોરોનાના ૪ કેસો ઉમેરાયા છે. જિલ્લામાં સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧૮૪ થઇ છે. જ્યારે જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લઇને સાજા થયેલા ૧૨૧ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. જિલ્લામાં લેવામાં આવેછલા કુલ ૨૫૮૬ વ્યક્તિઓના સેમ્પલમાંથી ૩૦ના રીપોર્ટ હજુ પેન્ડીંગ છે. હાલ ૪૯ કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ રાખવામાં આવેલા છે.
મહેસાણા આરોગ્ય વિભાગના અહેવાલ પ્રમાણે જિલ્લામાં અત્યાસુધી ૨૫૮૬ વ્યક્તિના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ૨૪૧૦ના રીપોર્ટ નેગેટીવ મળ્યા છે. ત્યોર ૩૦ના રીપોર્ટ પેન્ડીંગ છે. મહેસાણા જિલ્લામાં ૧૮૪ વ્યક્તિઓ કોરોનામાં સપડાયા છે. અને કુલ ૧૪ દર્દીઓના મોત થયાં છે. ૧૨૧ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અનલોક ૦૧માં અપાયેલ છુટછાટને કારણે લોકલ ટ્રાન્સમીશન વધતા કોરોના સંક્રમણનો વ્યાપ વધવાનો ખતરો ઉભો થયો છે. જિલ્લામાં રોજેરોજ કોરોના દર્દીઓનો ચિંતાજનક ઉમેરા થતો જાય છે. સોમવાર વધુ ૪ કેસો સામે આવ્યા છે. જેમાં મહેસાણા શ્રીનાથ એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલ શાહ, વિસનગરના શ્રીજી એક્વા ફલેટના બીપીનકુમાર શાહ, નાની કડીમાં રાજ રેસીડેન્સીના કનુભાઇ પટેલ તેમજ કડી જલધારા સોસાયટીમાં રહેતા અલ્કેશકુમાર પટેલનો સમાવેશ થાય છે. આ દર્દીઓ ને કડી, વડનગર અને મહેસાણાની સાઇ ક્રિષ્ણા હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
મહેસાણા જિલ્લાના કોરોના પોઝિટીવ કેસ
કનુભાઇ પટેલ ઉ.વ.૩૮ રહે.રાજ રેસીડન્સી નાની કડી
અલ્કેશકુમાર પટેલ ઉ.વ.૪૩ રહે.જલધારા સોસાયટી કડી
વિશાલ શાહ ઉ.વ.૪૩ રહે.શ્રીનાથ એપાર્ટમેન્ટ મહેસાણા
બિપીનકુમાર શાહ ઉ.વ.૫૮ રહે.શ્રીજી એકવા ફલેટ વિસનગર