Get The App

પાટનગરમાં મેઘમહેર યથાવત વધુ 1 ઇંચ વરસાદ ખાબક્યો

- મેઘરાજા મન મુકીને વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

Updated: Jul 12th, 2020

GS TEAM

Google News
Google News
પાટનગરમાં મેઘમહેર યથાવત વધુ 1 ઇંચ વરસાદ ખાબક્યો 1 - image


ગાંધીનગર, તા. 12 જુલાઇ 2020, રવિવાર

સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મુકીને મહેર કરી રહ્યાં છે ત્યારે ઘણા વિસ્તારમાં હજુ ચોમાસાની મોસમ જામી ન હોય તે પ્રકારે યોગ્ય પ્રમાણમાં વરસાદ પણ વરસી રહ્યો નથી ચોમાસાની સિઝનને પ્રારંભ થયાને એક માસથી વધુ સમય થવા છતાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં પુરતાં પ્રમાણમાં મેઘમહેર થઇ નથી. તો બીજી તરફ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા પણ હાથતાળી આપીને પસાર થઇ રહ્યાં છે. જિલ્લાના માણસા તાલુકામાં છેલ્લા બે દિવસમાં બે ઇંચથી વધુ વરસાદ પડયો છે તો કલોલ અને દહેગામમાં આંશિક વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યના પાટનગરમાં પણ હજુ સુધી ચોમાસાની સિઝન જામી ન હોય તેમ આંતરે દિવસે વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. આમ રવિવારે વહેલી સવારથી વાતાવરણમાં થયેલાં પલટાના પગલે ઝરમર વરસાદ પડયો હતો. તો બીજી તરફ સાંજના સમયે અચાનક જ હવામાન બદલાતાં વાદળો છવાયા હતા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડયો હતો. અડધા કલાક સુધી વરસાદની અવિરત ગતિ ચાલુ રહી હતી જેના પગલે ઠેકઠેકાણે પાણી ભરાઇ ગયા હતા તો તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. લઘુત્તમ તાપમાન ૨૬ જ્યારે મહત્તમ ૩૧.૫ ડિગ્રીએ આવીને અટક્યું હતું. સાંજના સમયે એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો. આમ ચોમાસાની મોસમ પાટનગરમાં પુર્ણરૂપે જામી હોય તેવા વાતાવરણનો નગરજનોને અહેસાસ થયો હતો અને ઘણા દિવસોથી ઉકળાટ ભર્યા વાતાવરણનો સામનો કરી રહેલાં લોકો રાહત પણ પ્રાપ્ત થઇ હતી.

Tags :