મહેસાણામાં પ્રેમિકાને પામવા પતિએ પત્નિને તરછોડી દીધી
- પતિ, પત્નિ ઔર વો નો અજીબો ગરીબ કિસ્સો
- મહિલાને સ્વીકારવા પતિ તૈયાર ન થતાં છેવટે મામલો પોલીસ મથકે પહોંચ્યો
મહેસાણા, તા. 24 જૂન 2020, બુધવાર
મહેસાણા પંથકમા પતિ, પત્નિ અને વો નો અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રેમિકાને પામવા એક શખસે પોતાની પત્નિને તરછોડી દેતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ અંગે પતિ સામે ગુનો દાખલ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
પંચમહાલ જિલ્લામાં નોકરી કરી રહેલા મહેસાણાના રમણજીની (નામ બદલેલ છે) પત્નિ અને દીકરા સહિતનું પરિવાર મહેસાણા શહેરની એક સોસાયટીમાં રહે છે. રમણજીએ અગાઉ સમી પંથકની એક પરિણીતા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને એકાદ વર્ષ પહેલા બન્ને ભાગી ગયા હતા. ત્યારબાદ સમજાવટ બાદ તેઓ પરત ઘેર આવી ગયા હતા. પરંતુ એ સમયે વર્તન બદાતા નાની નાની વાતમાં પત્નિ સાથે ઝઘડો કરીને વારંવાર શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું. આ અંગે રમણજીની માતાએ ઠપકો આપતાં ફરીથી રિસાઈને ઘરેથી જતા રહ્યા હતા તેમજ પોતાની પ્રેમિકા સાથે રહેવા લાગ્યા હતા. છેવટે પોતાના પતિ સ્વીકારવા તૈયાર ન થતાં કંટાળેલી પત્નિએ મહેસાણા પોલીસ મથકે પોતાના પતિ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.