મહેસાણા જિલ્લામાં કોરોનાના 20 પોઝિટિવ કેસ નોંધાયા
- 247 એક્ટીવ કેસઃ 41 દર્દીઓ સાજા થઈ જતા ડિસ્ચાર્જ કરાયા
મહેસાણા, તા. 25 જુલાઈ 2020, શનિવાર
મહેસાણા જિલ્લામાં શનિવાર સુધી કોવિડ-૧૯ના ૯૩૪૨ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ૮૬૯૦ નેગેટિવ જોવા મળ્યા છે. જે પૈકી ૪૪૨ સેમ્પલનું રિઝલ્ટ આવેલ છે. જેમાંથ ૪૨૫ સેમ્પ નેગેટિવ છે. જ્યારે ૧૭ સેમ્પલ રિપોર્ટ પોઝિટિવ તેમજ અન્ય ત્રણનો ખાનગી લેબમાં રિપોર્ટ પોઝિટિવ આવતા સંખ્યા ૨૦ થઈ છે. અત્યાર સુધી ૨૪૭ એક્ટીવ કેસ નોંધાયા છે. ૨૦૩નું પરિણામ બાકી છે. જ્યારે ૪૧ દર્દીઓ સાજા થઈ જતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે નોંધાયેલ કેસમાં અર્બન અને રૃરલ બંનેમાં ૧૦-૧૦ કેસ નોંધાયા છે. એક દર્દીનું મોત નિપજ્યું છે.
મહેસાણા શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. શહેરના સોમનાથ રોડ, વાલ્મિકીનગર, લાખવડી ભાગોળ અને નાગલપુર હાઈવે પર એક-એક કેસ નોંધાયો છે. જ્યારે કડીમાં-૩, વિસનગર-૩, ઊંઝા-૧, મેઉ-૨, રામોસણા-૧, ઊંઝાના નવાપુરા, કડીના ખાવડ, કરણનગર, સુજાનપુરા, કુંડાળ, બહુચરાજીના મોઢેરા તેમજ વિસનગરના ખરવડામાં એક-એક કેસ નોંધાયેલ છે. જ્યારે એક ૭૦ વર્ષીય કોરોનાગ્રસ્ત દર્દીનું મોત નિપજ્યું છે.