એરંડાના ભાવ તુટતા ખેડૂત અને વેપારી આલમમાં ભારે નારાજગી
- પ્રતિ મણે 350 થી 400 રૃપિયા બજાર ભાવ તૂટયો
- આજથી પાટણ માર્કેટયાર્ડના વેપારીઓએ અચોક્કસ મુદતની હડતાલ પર જશે, ઉત્તર ગુજરાતના અન્ય યાર્ડોમાં પણ લડતના મંડાણ

ઊંઝા,તા. 4 ઓક્ટોબર 2019, શુક્રવાર
એરંડા વાયદામાં ગયા અઠવાડિયાથી ચાલી રહેલી ભારે
ગરબડોને કારણે પ્રતિ મણે 350 થી 400 રૃપિયા બજાર તુટી જતાં ખેડૂત તથા વેપારી
આલમમાં ભારે નારાજગી ઉભી થઈ છે. એરંડા વાયદાની તપાસ સાથે વાયદા બજારના વિરોધમાં
પાટણના સરદારગંજ મર્ચન્ટ એસોસીએશને આવતીકાલ શનિવારથી પાટણ માર્કેટયાર્ડના વેપારીઓએ
અચોક્કસ મુદત માટે બંધ રાખવાની જાહેરાત કરી છે. સાથે સાથે ઉત્તર ગુજરાતના એરંડાના
અન્ય પીઠાઓના વેપારીઓને પણ એરંડા સામેની લડતમાં સહકાર આપી વેપારો બંધ રાખવા અપીલ
કરતાં આગામી સોમવારથી મામલો વધુ ગરમાશે તેવી સ્થિતિ ઉભી થઈ છે.
આ સંદર્ભે પાટણ માર્કેટયાર્ડના વેપારીઓના સરદારગંજ
મર્ચન્ટ એસોસીએશનના પ્રમુખ ભરત પટેલે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે મોદી
સરકાર એક તરફ ખેડૂતોની આવકો વર્ષ 2022 સુધીમાં ડખલ કરવાની વાતો કરે છે. જ્યારે
બીજી તરફ એરંડા જેવી વ્યાપક કૃષિ પાકમાં આજકાલ મગફળી જેવું કૌભાંડ હોવાની આશંકા
છે. માત્ર અઠવાડીયામાં એરંડાના ભાવો પ્રતિ મણે 1120 થી તુટીને 750ની આસપાસ આવી
જતાં ખેડૂતો ડઘાઈ ગયા છે. એરંડામાં350થી 400 રૃપિયાની કૃત્રિમ મંદી પાણી એરંડાના
વાયદો જવાબદાર હોવાનું ફેરવી વધુમાં જણાવ્યું હતું કે એનસીડીઈએફની ખોટી નીતિઓ અને
મોટા કોર્પોરેટર જગતને લાભ કરવા કૃત્રિમ મંદી એરંડામાં ઉભી કરી ખેડૂતો અને વેપારીઓ
પાસેથી નીચા ભાવે માલો પડાવી લેવાનો કારસો રચવામાં આવ્યો હોવાથી તેના વિરોધમાં આજે
પાટણમાં વેપારીઓની બેઠકમાં આવતીકાલ 5-10-19 શનિવારથી માર્કેટયાર્ડમાં અચોક્કસ મુદત
સુધી વેપાર રાખવાની જાહેરાત કરી છે. સાથે-સાથે આસપાસના એરંડાના પાલનપુર, હારીજ, સિદ્ધપુર
સહિત ઉત્તર ગુજરાત પીઠાઓના વેપારીઓને પણ લડતમાં સહકાર આપવા અપીલ કરી છે.

