Get The App

ટ્રકમાં કતલખાને લઈ જવાતા 11 પશુઓને બચાવી લેવાયા

- ઊંઝા-સિધ્ધપુર હાઈવે ઉપર

- ટ્રકચાલક અને ક્લીનરની ધરપકડ, ચાર સામે ગુનો નોંધાયો

Updated: Jun 15th, 2020

GS TEAM

Google News
Google News
ટ્રકમાં કતલખાને લઈ જવાતા 11 પશુઓને બચાવી લેવાયા 1 - image

ઊંઝા, તા. 14 જૂન, 2020, રવિવાર

ઊંઝા-સિધ્ધપુર હાઈવે ઉપર ગઈરાત્રિએ બ્રાહ્મણવાડા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન સિધ્ધપુર તરફથી આવતી એક ટ્રકમાંથી નવ ગામો તથા બે વાછરડા સહિત કુલ ૧૧ પશુઓને ક્રુરતાપૂર્વક ભરેલા પકડાઈ હતી. કતલખાને લઈ જવાતા  ૧૧ પશુઓ તથા ટ્રક સહિત કુલ ૫૯૧૦૦૦૦ના મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાઈવર, કંડક્ટર તેમજ અન્ય બે સાથે કુલ ચાર શખસો સાથે પ્રાણી સંરક્ષણ તેમજ ક્રુરતા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

ઊંઝા પોલીસ દ્વારા બ્રાહ્મણવાડા ચેકપોસ્ટ ઉપર ગઈરાત્રિએ દોઢેક કલાક વાહન ચેકિંગ દરમિયાન સિધ્ધપુર તરફથી આવતી એક શંકાસ્પદ ટ્રકને ઉભી રાખી તપાસ કરતાં નવ ગામો તથા ત્રણ માસના બે વાછરડા ક્રુરતા ભરતા ઠાંસી ઠાંસીને ભરેલી હાલતમાં મળી આવતા પોલીસ ચોંકી ઉઠી છે. ટુંકમાં ગામો માટે પાણી કે ઘાસચારાની કોઈ વ્યવસ્થા રાખવામાં આવી નહોતી. ટ્રક ડ્રાઈવર બિલાલ સલીમ નુરમહંમદ (ઉ.વ. ૨૩, રહે. ભીલવણ, તા. સરસ્વતી) તથા ડોક્ટર અદનાન વાહિન આદમ મોકણોજીયા (ઉ.વ.૨૬. રહે. ભીલવણ, તા. સરસ્વતી)ની પુછપરછ કરતાં ટ્રક માલિક અમજદભાઈ બલોચે (રહે. વિસનગર) તેઓને વડગામના બસુ ગામના યાકુબ નાગોરીના વાડામાંથી ભરી અમદાવાદથી આગળ કતલખાને લઈ જવા માટે સુચના આપેલ હોવાનું જણાવ્યું હતું. ટ્રક ડ્રાઈવર પાસે ગાયોની હેરાફેરી માટેનું કોઈ પાસ પરમીટ તથા ગ્રામ પંચાયત તથા સંસ્થાનો પણ કોઈપણ જાતનો દાખલો નહોતો. પોલીસે નવ ગાયો તથા બે વાછરડાની કુલ રૃા. ૯૧૦૦૦ની કિંમતના પશુઓ તેમજ પાંચ લાખની ટ્રક સાથે કુલ રૃા. ૫.૯૧ ાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રક  ડ્રાઈવર, કંડક્ટર તેમજ ટ્રક માલિક તથા બસુના વાડાનો માલિક સહિત કુલ ચાર શખસો સામે પશુ ક્રુરતા તથા સંરક્ષણ સહિતના ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. 

Tags :