મહિલા નાયબ પોલીસ અધિક્ષક સહિત 8 વ્યક્તિ કોરોનામાં સપડાયા
- મહેસાણા જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા 143 થઈ
- હાલ 54 દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળઃ 82 વ્યક્તિ સાજા થતા રજા મળીઃ 24 વ્યક્તિના રીપોર્ટ પેન્ડીંગ
મહેસાણા, તા. તા. 06 જૂન 2020, શનિવાર
મહેસાણાના મહિલા નાયબ પોલીસ અધિક્ષક સહિત જિલ્લામાં શનિવારે વધુ ૮ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧૪૩ થઈ છે. જે પૈકી હજુ ૫૪ વ્યક્તિઓને કોવિડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે ૮૨ દર્દીઓને સઘન સારવાર બાદ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં સૌથી વધુ કડી તાલુકામાં પોઝિટિવ કેસો નોંધાયા છે. તેમજ કોરોનાગ્રસ્ત ૯ વ્યક્તિઓના મોત નીપજ્યા છે. જેમાંથી મોટાભાગના ડાયાબીટીસ અને કીડની જેવી ગંભીર બીમારીઓથી પીડિત હતા તેવું જાણવા મળે છે.
અનલોક ૦૧ ના પ્રારંભથી જ મહેસાણા જિલ્લામાં લોકલ ટ્રાન્સમિશન વધતાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં જાણે ઉછાળો આવ્યો છે. રોજેરોજ નવા પોઝિટિવ કેસોનો ઉમેરો થઈ રહ્યો છે. જિલ્લામાં આરોગ્યની ટીમો દ્વારા સરેરાશ ૫૦થી વધુ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવે છે. શનિવારે પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓના લેવામાં આવેલા વ્યક્તિઓમાંથી ૧૦૨ના રિપોર્ટ આવ્યા હતા. જેમાંથી ૯૮ જણાના રીપોર્ટ નેગેટિવ તેમજ ૮ વ્યક્તિના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ૨૪ ના રીપોર્ટ પેન્ડીંગ રહ્યા છે. જાહેર થયેલા પોઝિટિવ કેસોમાં મહેસાણા ખાતે ફરજ બજાવતા મહિલા નાયબ પોલીસ અધિક્ષક રૃહીબેન હંસાબેન પાયલા ઉપરાંત હિતેશ બાબુભાઈ પારેખ(મહેસાણા), કપીલાબેન અંબાલાલ સોની(મહેસાણા), પીયુષ મહેશભાઈ પટેલ(વિજાપુર), પંકજ અરવિંદભાઈ બારોટ(ટુંડાવ), રમણીકભાઈ ગોવિંદભાઈ પટેલ(કડી), કૈલાશબેન ભીખાભાઈ પ્રજાપતિ(કડી) અને નટવરભાઈ ચતુરભાઈ પ્રજાપતિ(નાગલપુર)નો સમાવેશ થાય છે. પોઝિટિવ ૮ દર્દીઓ પૈકી ૬ ને મહેસાણાની સાંઈ ક્રિષ્ણા કોવિડ હોસ્પિટલ અને બે જણાને વડનગર ખાતેની કોવિડ હોસ્પિટમાં આઈસોલેશન વોર્ડમાં સારવાર માટે દાખલ કરાયા છે.
મહેસાણા જિલ્લાના કોરોના પોઝિટિવ દર્દીઓ
પંકજ અરવિંદભાઈ બારોટ(૪૦ વર્ષ), રહે. આનંદપરૃ, ટુંડાવ, ઊંઝા
રમણીકભાઈ ગોવિંદભાઈ પટેલ(૬૮ વર્ષ) રહે. કડી
કૈલાશબેન ભીખાભાઈ પ્રજાપતિ(૬૦ વર્ષ), રહે. ત્રિભોવન સોસાયટી, કડી
નટવરભાઈ ચતુરભાઈ પ્રજાપતિ(૪૪ વર્ષ), રહે. નાગલપુર, મહેસાણા
રૃહીબેન હંસાબેન પાયલા(૩૧ વર્ષ), રહે. મહેસાણા
હિતેશભાઈ બાબુભાઈ પારેખ(૩૫ વર્ષ), રહે. મહેસાણા
કપીલાબેન અંબાલાલ સોની(૬૦ વર્ષ), રહે. મહેસાણા
પીયુષ મહેશભાઈ પટેલ(૩૨ વર્ષ), રહે. શ્રીજી હાઈટ્સ, વિજાપુર
ટુંડાવમાં 13 વ્યક્તિઓના વિસ્તારને 28 દિવસ માટે કન્ટેન્મેન્ટ ઝોન જાહેર
ઊંઝા, તા. 06 જૂન 2020, શનિવાર
ઊંઝા તાલુકાના ટુંડાવમાં સસ્તા અનાજની દુકાનમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કાર્યરત પંકજ બારોટ નામના યુવકનો કોરોના પોઝિટિવ રીપોર્ટ આવતા સવારથી વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. ઊંઝા મામલતદારે તાત્કાલિક ટુંડાવના કોરોનાગ્રસ્ત યુવકના રહેણાંક આનંદપરાના ચાર ઘરોમાં રહેતા ૧૩ લોકોના વિસ્તારને તાત્કાલિક અસરથી ૨૮ દિવસ માટે કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી રોગ વધુ પ્રસરે નહિ તે માટે પગલા લેવાનું શરૃ કરેલ છે. ટ્રાવેલ હિસ્ટ્રી મુજબ યુવક થોડા દિવસ અગાઉ અરાવલી જિલ્લાના મેઘરજ ખાતે ગયો હતો અને ત્યાંથી પરત આવ્યા બાદ રીપોર્ટ કઢાવતા પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળે છે.
ખેરાલુના તબીબને અમદાવાદમાં ચેપ લાગતાં કોરોનામાં સપડાયા
વિઠોડા, તા. 06 જૂન 2020, શનિવાર
ખેરાલુમાં વર્ષોથી દવાખાનું ચલાવતા ડો. ભાનુભાઈ આચાર્ય જેમનો દીકરો અમદાવાદ ખાતે ડોક્ટર છે ત્યારે અમદાવાદ પોતાના દીકરાના ત્યાં ગયા હતા. ત્યારબાદ પોતાના વતન ખેરાલુ પરત પરતાં કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યો હતો. તંત્રે તેમના રહેઠાણ વિસ્તારના ૭૦ મકાનો તેમજ તેમના દવાખાના વિસ્તારને કન્ટેઈન્મેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં તેઓ અમદાવાદ ખાતે સારવાર લઈ રહ્યા છે.
કોરોના પોઝિટિવ ડીવાયએસપીે બે માસ પૂર્વે ચાર્જ સંભાળ્યો હતો
મહેસાણાના તત્કાલીન ડીવાયએસપી મંજિતા વણઝારાની બે માસ પૂર્વે બદલી થતા તેમના સ્થાને નાયબ પોલીસ અધિક્ષક રૃહી પાયલાની નિમણુક થઈ હતી. જોકે લોકડાઉન દરમિયાન તેઓને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા કોરોન્ટાઈન કરાયા હતા. ત્યારબાદ તેમના સેમ્પલ લેવાયા હતા. જેનો શનિવારે પોઝિટિવ રીપોર્ટ આવતા સારવાર માટે સાંઈ ક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.