સે-14 અને કલોલના 2 કોરોનાગ્રસ્ત આધેડનું મોત
- પાટનગર અને માણસામાં 11-11, કલોલ અને ગાંધીનગર તાલુકામાં 9-9 તથા દહેગામમાં 2 મળી કુલ 42 નવા કેસ
ગાંધીનગર, તા. 22 જુલાઇ 2020, બુધવાર
ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના વાયરસ વધુ પ્રાણઘાતક બની રહ્યો છે. ગાંધીનગર સિવિલમાં આજે એક જ દિવસમાં કોરોના પોઝિટિવ ચાર જ્યારે શંકાસ્પદ ચાર દર્દી મળી કુલ આઠ દર્દીના મોત નોંધાયા છે. ગાંધીનગર શહેરના સેક્ટર-૧૪માં રહેતા ૫૫ વર્ષિય દર્દીને તા.૧૧મીએ ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા અહીં ટેસ્ટ કરાતા તેમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે ૧૧ દિવસની સારવાર બાદ આજે તેમને કોરોના સામે દમ તોડયો હતો આ સાથે પાટનગરમાં કોરોનાથી મૃત્યુઆંક વધીને ૧૧ સુધી પહોંચી ગયો છે ત્યારે કલોલમાં પણ ૫૫ વર્ષિય આધેડનું મોત નિપજ્યું છે. પંચવટી વિસ્તારમાં રહેતા આ આધેડનું આજે મૃત્યું થયું છે ત્યારે કલોલમાં વધતા જતા કોરોના પોઝિટિવ દર્દીના મોત ચિંતાનો વિષય છે. જ્યારે માણસામાં પણ હવે ચિંતાજનકરીતે પોઝિટિવ દર્દી વધી રહ્યા છે જેને લઇને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. આજે એક જ દિવસમાં કોરોના પોઝિટિવ કુલ ૪૨ દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે.
પાટનગરમાં આજે વધુ ૧૧ પોઝિટિવ દર્દીઓ નોંધાયાં છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ થઇને દર્દીઓની સારવાર કરતી અને સેક્ટર-૧૯માં રહેતી ૪૪ વર્ષિય મહિલા ડોક્ટર અને તેણીનો ૪૮ વર્ષિય પતિ કોરોનાથી સંક્રમિત થયાં છે. કલોલની સિન્ટેક્ષ કંપનીમાં નોકરી કરતો સેક્ટર-૨નો યુવાન પોઝિટિવ આવ્યો છે. સેક્ટર-૧૯માં રહેતા ગુજરાત સ્ટેટ પેટ્રોલીયમ લી.ના ૫૦ વર્ષિય આસી. મેનેજર પણ કોરોનામાં સપડાયાં છે.સેક્ટર-૨૪માં પ્રાઇવેટ કલાસ ચલાવતાં સેક્ટર-૩/ડીનો યુવાન સંક્રમિત થયો છે.સેક્ટર-૩/સીમાં રહેતી ૬૨ વર્ષિય વૃદ્ધા પણ કોરોનામાં સપડાઇ છે. આ ઉપરાંત સેક્ટર-૧૩માં બે જ્યારે સેક્ટર-૨૭માં ત્રણ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યાં છે. ગાંધીનગર તાલુકાના કસ્તુરીનગર, પેથાપુર અને રાંધેજામાંથી બે -બે કેસ મળી આવ્યા છે. જ્યારે અડાલજની કિશોરી કોરોનામાં પટકાઇ છે. વડોદરા, રૂપાલમાંથી પણ એક-એક કેસ મળી આવ્યા છે. દહેગામના નાંદોલનો યુવાન અને બારોટોના મોસમપુરા ગામની વૃદ્ધા કોરોનાગ્રસ્ત થઇ છે.
જિલ્લામાં અત્યાર સુધી સૌથી સુરક્ષીત ગણાતાં માણસામાંથી આજે ચિંતાજનક રીતે ૧૧ પોઝિટિવ દર્દીઓ નોંધાયાં છે. માણસા શહેરી વિસ્તારના મારૂતી પેલેસનો યુવાન, સત્યમ સોસાયટીની વૃદ્ધા, રોહિતવાસ મહિલા, પટેલવાસના આધેડ, સોનાપાર્કનો યુવાન ઉપરાંત વધુ બે પોઝિટિવ દર્દીઓ નોંધાયાં છે. જ્યારે ફતેપુરા, સોલૈયા, પ્રતાપનગર, હરણાહુડામાંથી પણ કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યાં છે.
ગાંધીનગર જિલ્લાના હોટ સ્પોટ ગણાતાં કલોલના પંચવટી વિસ્તારમાં રહેતાં પપ વર્ષિય આધેડનું આજે કોરોનાથી મોત નિપજ્યું હતું. તો સાથે નવ પોઝિટિવ દર્દીઓ પણ કલોલ શહેર અને તાલુકામાંથી સામે આવ્યાં છે. શિવગંગા ફલેટની મહિલા, હરીઓમ ફલેટની વૃધ્ધા, આશિયાના સોસા.ની વૃધ્ધા, નીઝામી પાર્ક સોસા. અને આશરા સોસા.ની મહિલાઓ કોરોનામાં પટકાઇ છે. જ્યારે બોરીસણાના શાલિગ્રામ બંગ્લોઝમાં રહેતો ૪૫ વર્ષિય પુરુષ તેમજ પાંચ હાટડી બજારના વૃધ્ધ પણ પોઝિટિવ આવ્યાં છે.
ક્રમ |
ઉંમર |
પુ./સ્ત્રી |
વિસ્તાર |
|
૧ |
૪૯ |
પુરુષ |
સેક્ટર-૨/સી |
|
૨ |
૩૪ |
પુરુષ |
સેક્ટર-૩/ડી |
|
૩ |
૬૨ |
સ્ત્રી |
સેક્ટર-૩/સી |
|
૪ |
૫૬ |
પુરુષ |
સેક્ટર-૧૩ |
|
૫ |
૪૯ |
પુરુષ |
સેક્ટર-૧૩/બી |
|
૬ |
૫૦ |
પુરુષ |
સેક્ટર-૧૯ |
|
૭ |
૪૮ |
પુરુષ |
સેક્ટર-૧૯ |
|
૮ |
૪૨ |
સ્ત્રી |
સેક્ટર-૧૯ |
|
૯ |
૭૮ |
સ્ત્રી |
સેક્ટર-૨૭ |
|
૧૦ |
૬૦ |
સ્ત્રી |
સેક્ટર-૨૭ |
|
૧૧ |
૬૦ |
પુરુષ |
સેક્ટર-૨૭ |
|
૧૨ |
૩૦ |
સ્ત્રી |
કસ્તુરીનગર |
|
૧૩ |
૦૫ |
પુરુષ |
કસ્તુરીનગર |
|
૧૪ |
૫૧ |
પુરુષ |
રાંધેજા |
|
૧૫ |
૬૧ |
પુરુષ |
રાંધેજા |
|
૧૬ |
૧૩ |
સ્ત્રી |
અડાલજ |
|
૧૭ |
૪૦ |
પુરુષ |
પેથાપુર |
|
૧૮ |
૫૬ |
પુરુષ |
સંજરીપાર્ક પેથાપુર |
|
૧૯ |
૩૯ |
પુરુષ |
પ્રજાપતિવાસ વડોદરા |
|
૨૦ |
૩૫ |
પુરુષ |
ઠાકોરવાસ રૂપાલ |
|
૨૧ |
૩૬ |
પુરુષ |
નાંદોલ,દહેગામ |
|
૨૨ |
૬૧ |
સ્ત્રી |
બરોટોના મૌસમપુરા |
|
૨૩ |
૪૪ |
પુરુષ |
ચૌધરીવાસ ફતેપુરા,માણસા |
|
૨૪ |
૩૫ |
પુરુષ |
પટેલવાસ, સોલૈયા |
|
૨૫ |
૩૭ |
પુરુષ |
મારૂતિપેલેસ માણસા |
|
૨૬ |
૬૧ |
પુરુષ |
પ્રતાપનગર |
|
૨૭ |
૬૦ |
સ્ત્રી |
રોહિતવાસ |
|
૨૮ |
૬૯ |
સ્ત્રી |
સત્યમ સોસા. |
|
૨૯ |
૫૮ |
પુરુષ |
પટેલવાસ |
|
૩૦ |
૨૯ |
પુરુષ |
મનસુરીવાસ હરણાહુડા |
|
૩૧ |
૩૮ |
પુરુષ |
સોનાપાર્ક સોસા. |
|
૩૨ |
૫૩ |
પુરુષ |
માણસા |
|
૩૩ |
૩૧ |
પુરુષ |
માણસા |
|
૩૪ |
૭૦ |
સ્ત્રી |
કલોલ |
|
૩૫ |
૪૫ |
પુરુષ |
શાલિગ્રામ બંગ્લોઝ
બોરિસણાં |
|
૩૬ |
૨૮ |
પુરુષ |
નારદીપુર |
|
૩૭ |
૪૦ |
સ્ત્રી |
શિવગંગા ફલેટ |
|
૩૮ |
૬૪ |
સ્ત્રી |
હરીઓમ ફલેટ |
|
૩૯ |
૭૫ |
સ્ત્રી |
આશિયાના સોસા. |
|
૪૦ |
૭૨ |
પુરુષ |
પાંચ હાટડી બજાર |
|
૪૧ |
૪૫ |
સ્ત્રી |
નીઝામી પાર્ક સોસા. |
|
૪૨ |
૫૩ |
સ્ત્રી |
આશરા સોસા. |
|