મહેસાણામાં કોરોના પોઝિટીવ વધુ 7 કેસ ઉમેરાયા , જોટાણાના વૃધ્ધાનું મોત
- કોરોનાનો કહેર યથાવત, કુલ ૧૦૦ કેસ થયા
- કડીમાં પાંચ, બેચરાજી અને જોટાણામાં એક-એક દર્દી કોરોનામાં સપડાયાઃઆરોગ્ય તંત્રમાં દોડધામ
મહેસાણા તા. 29 મે 2020, શુક્રવાર
મહેસાણા જિલ્લામાં શુક્રવારે વધુ ૭ કોરોના સંક્રમિત દર્દીઓ
સામે આવ્યા છે. જેમા કડીમાં પાંચ અને બેચરાજી તેમજ જોટાણામાં એક-એક કેસનો સમાવેશ
થાય છે. દરમિયાન શુક્રવારે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં
આવેલા જોટાણાની ૮૦ વર્ષીય વૃધ્ધાનું મોત નિપજ્યું છે. અત્યારસુધિ જિલ્લામાં
કોરોનાના ૧૦૦ દર્દીઓ સામે આવ્યા છે. જ્યારે ૧૩૫૬ સેમ્પલ લેવાયા હતા. જેમાંથી ૧૨૫૩
વ્યક્તિના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. હાલ ૨૨ કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ છે.
જ્યારે સાજા થયેલા ૭૧ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
મહેસાણા જિલ્લામાં કોરોનાનો કહેર હજુ યથાવત રહેવા પામ્યો
છે. લોકડાઉન ૦૪માં અનેક વિધ છુટછાટો આપવામાં આવી છે. અન્ય જિલ્લામાં રહેતા લોકો
મહેસાણા જિલ્લામાં આવી રહ્યા છે. જેના કારણે કોરોના સંક્રમણનું જોખમ વધ્યું છે.
શુક્રવારે મહેસાણા જિલ્લામાં કોરોના પોઝિટીવ પાંચ કેસો નોંધાયા છે. બે દિવસ પહેલાં
૭૪ વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી ૬૯ના રીપોર્ટ નેગેટીવ જ્યારે ૭
વ્યક્તિના રીપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જેમાં કડીના કલ્પેશ આચાર્ય, રેખાબેન વાઘેલા
અને આદમભાઇ ઘાંચી,હલિમાબેન
મંડલી, નુરજહાબાનું
મેમણ, બેચરાજીના મંડાલીના બળદેવભાઈ પરમાર, જોટાણાના પશીબેન
પ્રજાપતિ કોરોનામાં સપડાયા છે. જે પૈકી કડી નગરપાલીકાના બે કર્મચારીઓનો સમાવેશ થાય
છે. મહેસાણા જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા૧૦૦ પહોંચી છે. જેમાંથી ૭૧
દર્દીઓ સાજા થતાં તેઓને રજા આપવામાં આવી છે.તેમજ મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી કોરોનામાં
સપડાયેલા દર્દીઓ પૈકી પાંચ દર્દીઓના મોત થયા છે.
કડી પાલીકાના સેનેટરી ઇન્સપેકટર સહીત બે કર્મચારી સપડાયા
કડી નગરપાલિકામાં ફરજ બજાવતા સેનેટરી ઇન્સ્પેકટર કલ્પેશ
આચાર્ય તેમજ મહિલા સફાઇ કામદાર રેખાબેન વાઘેલાને પણ કોરોના વાઇરસનો ચેપ લગતા તેઓને
કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
કોરોના પોઝિટીવ ૮૦
વર્ષિય વૃધ્ધાનું મોત
જોટાણાના પ્રજાપતિવાસમાં રહેતા ૮૦ વર્ષિય પશીબેન શીવારામભાઇ
પ્રજાપતિને બ્લડપ્રેસરની તકલીફ થતાં તેઓને ગત ૨૬/૦૫/૨૦૨૦ના રોજ મહેસાણાની ખાનગી
હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને સેમ્પલ લેવાતાં તેનો
રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જ્યાં આ વૃધ્ધાનું શુક્રવારના રોજ સાંજે ચાર કલાકે મોત
થયું હતું. આમ મહેસાણા જિલ્લામાં કોરોનાગ્રસ્ત પાંચ દર્દીઓના મોત નીપજ્યા છે.
મહેસાણા જિલ્લાના કોરોના પોઝિટીવ દર્દીઓ
કલ્પેશભાઇ આચાર્ય (૫૨ વર્ષ) રાજવૈભવ સોસાયટી, કડી
બળદેવભાઇ પરમાર(૬૦ વર્ષ) શંકરભવન, મંડાલી
રેખાબેન વાઘેલા(૪૬ વર્ષ) સક્કરપુરા, કડી
આદમભાઈ ઘાંચી(૭૫ વર્ષ) કડી
પશીબેન પ્રજાપતિ (૮૦ વર્ષ) પ્રજાપતિવાસ, જોડાણ(મૃત્યુ)
હલિમાબેન મોહંમદભાઇ મંડલી(૬૨ વર્ષ) હાથીવાડ ,કડી
નુરજહાબાનું મેમણ (૬૭ વર્ષ) ચબુતરા ચોક,કડી