Get The App

ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં સગીરાના ફોટા અપલોડ કરનાર સામે ફરીયાદ

- પરિવારને બદનામ કરવા ભેજાબાજનું કૃત્ય

- સોશિયલ મિડીયામાં અચાનક પોતાની દિકરીના ફોટો જોઈ ચાંેંકી ઉઠેલા પરીવારની અજાણ્યા શખ્સ સામે કાર્યવાહી

Updated: Nov 27th, 2021

GS TEAM

Google News
Google News
ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં સગીરાના ફોટા અપલોડ કરનાર સામે ફરીયાદ 1 - image

મહેસાણા,તા.26

મહેસાના પાલાવાસણા વિસ્તારમાં રહેતા એક સરકારી કર્મચારીની સગીર વયની દિકરીના ફોટા અજાણ્યા ભેજાબાજ શખસે ખોટું બનાવેલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અપલોડ કરી દીધા હતા.જેની જાણ પરીવારને થતાં ચોંકાવનારી ઘટના અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી.

મહેસાણા હાઈવે પર આવેલ ઓએનજીસી કોલોની નજીક રહેતા એક સરકારી કર્મચારીની પત્ની પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોઈ રહ્યા હતા. તે વખતે તેઓની નજર અન્ય એકાઉન્ટ ઉપર પડતા તેમણે તેને ઓપન કરતા અંદર કરવામાં આવેલ પોસ્ટમાં પોતાની ૧૭ વર્ષિય દિકરીની તસ્વીરો અપલોડ કરવામાં આવી હોવાનું જણાતા તેઓ ચોંકી ઉઠયા હતા.જેથી તેમણે આ અંગે પોતાની દિકરીને પુછતા તેણે આ એકાઉન્ટ પોતાનું ન હોવાનું જણાવ્યું હતું અને તેમના પરિવારને બદનામ કરવાના ઈરાદે કોઈ અજાણ્યા શખસનું કૃત્યુ હોવાનું માલુમ પડયું હતું. અપલોડ કરવામાં આવેલ ફોટાનો મહિલાએ પોતાના મોબાઈલમાં સ્ક્રીન શોટ પાડી લીધા હતા. ત્યારબાદ મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ મથકે આ અંગે ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરતા પીઆઈ બી.એચ.રાઠોડે તપાસ હાથ ધરી હતી.

Tags :