બહુચરાજીના ઐતિહાસિક બાંધલિયા તળાવનું વોક-વે સાથે બ્યૂટીફિકેશન કરાશે, છેલ્લા 29 વર્ષથી રાહ જોવાઈ રહી હતી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bahucharaji Bandhaliya Lake Beautification: યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાજીના મંદિરના ઉત્તર પ્રવેશદ્વાર પાસે આવેલું ઐતિહાસિક બાંધલિયા તળાવ હવે વિકાસના નવા યુગમાં પ્રવેશવા જઈ રહ્યું છે. વર્ષોથી ગંદકી અને ઉકરડામાં ફેરવાયેલા આ તળાવનું મારુતિ-સુઝુકી દ્વારા સીએસઆર હેઠળ બ્યૂટીફિકેશન અને વોક-વે સહિતનો વિકાસ કરવામાં આવનાર છે. 1997થી વિકાસની રાહ જોતા આ તળાવને મૂળ સ્વરૂપમાં લાવવાની કામગીરી હાથ ધરાતાં સ્થાનિકોમાં આશા જાગી છે, જ્યારે બીજી તરફ તળાવની જમીન પર થયેલા દબાણો દૂર કરવાની તૈયારીથી દબાણકર્તા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
તળાવ ખાલી કરવાની કામગીરી શરૂ, દબાણો હટાવવાની તૈયારી.
તળાવના વિકાસ માટે જિલ્લા વહીવટી તંત્ર, બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ અને બહુચરાજી નગરપાલિકા વચ્ચે સંકલન સાધીને કંપની દ્વારા વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે. તળાવના પ્લાન, ડિઝાઈન અને એસ્ટિમેટ સહિતની પ્રાથમિક પ્રક્રિયા હાથ ધરાઈ છે. વિકાસના પ્રથમ તબક્કામાં નગરપાલિકા દ્વારા તળાવનું પાણી ખેંચી ખાલી કરવાની તેમજ તળાવમાં ફેલાયેલી કુંભવેલ, વનસ્પતિ અને ગંદકી દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ તળાવની જમીન પર થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે તેવી તૈયારી વચ્ચે વેપારીઓમાં દોડધામ જોવા મળી રહી છે.
ઐતિહાસિક તળાવનું નવીનીકરણ થશે, આસપાસ સુંદર વોક-વે બનશે.
એક સમયે આ તળાવના નિર્મળ જળથી શ્રદ્ધાળુઓ આચમન કરતા હતા. માનાજીરાવ ગાયકવાડ મહારાજાએ મંદિરના નિર્માણ સમયે બંધાવેલા આ ઐતિહાસિક તળાવનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ રહ્યું છે. સમય જતાં તળાવની ફરતે આવેલી પાળ તોડી કેટલાક લોકોએ દુકાનો ઊભી કરી દીધી હતી. જ્યારે સંડાસ-બાથરૂમ સહિતનાં બાંધકામો પણ તળાવની જમીન પર કરવામાં આવ્યાં હોવાના આક્ષેપ છે. પરિણામે તળાવનું અસ્તિત્વ ધીમે ધીમે ભૂંસાતું ગયું અને ગંદકીના કારણે યાત્રિકો તથા સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો હતો. હવે તળાવનું નવીનીકરણ થતાં તેની આસપાસ સુંદર વોક-વે, હરવા-ફરવા માટેની સુવિધા અને પ્રવાસનને પ્રોત્સાહન મળે તેવું સ્થળ વિકસાવવાનું આયોજન છે. 1997થી વિકાસની વાતો, રૂ. 5 કરોડની ગ્રાન્ટ બે વખત પરત કરવામાં આવી છે.




