ખાનગી તબીબો દ્વારા દર્દીઓને સારવાર મળતી ન હોવાના આક્ષેપો
- મહેસાણા ગ્રામ્ય પંથકમાં
- કોરોનાના ભયને કારણે દર્દીઓને તપાસતા પણ નથી,માત્ર ગોળીઓ આપતા હોવાની બુમરાડ
મહેસાણા, તા. 26
મે 2020, મંગળવાર
મહેસાણા ગ્રામ્ય પંથકમાં કોરોનાનો ભય પ્રસર્યો છે.
જેમાં ખાનગી હાટડીઓ ખોલીને બેઠેલા તબીબો દર્દીઓની યોગ્ય સારવાર ન કરતા હોવાના
આક્ષેપ થઈ રહ્યા છે અને દર્દીઓને તપાસ વિના તેમને
ટેબલેટ આપવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવવા સરકાર દ્વારા
લોકડાઉન સહિત કડક પગલા ભરવામાં આવ્યા છે. જોકે ગ્રામ્ય પંથકમાં કોરોનાનો ભય વધુ
જોવા મળી રહ્યો છે. મહેસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય તાવ કે બ્લડ
પ્રેશરની બીમારી માટે જો દર્દી ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી તબીબ પાસે જાય તો તેને
સંતોષકારક સારવાર મળી રહે તેવી રાડ ઉઠી છે. જોકે વહીવટી તંત્ર દ્વારા શહેરી તેમજ
ગ્રામ્ય વિસ્તારના તબીબોને દર્દીઓની યોગ્ય સારવાર તેમજ દવાખાના ખુલ્લા રાખવા સુચનો
પણ કરેલ છે. તેમ છતાં ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક તબીબો દર્દીઓને કોરોનાના ભયના
કારણે યોગ્ય સારવાર નથી આપી રહ્યા તેવી બુમ ઉઠી છે.
બ્લડ પ્રેશરની તકલીફ હતી ને તપાસ્યા વિના દવા આપી
મહેસાણાના આંબલિયાસણ ખાતે રહેતા અને આશાવર્કર તરીકે
કામગીરી કરતા શિરીનબેનને રવિવારે બ્લડ પ્રેશરની તકલીફ થતા પંથકમાં ખાનગી
તબીબને થતા ત્વરિત સારવાર અર્થે પહોંચાડયા
હતા. જોકે તબીબે તપાસ કર્યા વિના ટેબલેટ આપતા આ મહિલા દર્દી નારાજ થયા હતા. જોકે
ગ્રામ્ય પંથકમાં આવા અનેક કિસ્સા અત્યારે બની રહ્યા છે. જેમાં કેટલાક ખાનગી તબીબો
કોરોનાના ભયના કારણે યોગ્ય સારવાર પુરી પાડી નથી રહ્યા.